જૂનાગઢમાં ખેડૂતોના સન્માન અને તાલીમનો કાર્યક્રમ યોજાયો, 65થી વધુ ખેડૂતોએ લીધો ભાગ
જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત ઓરીએન્ટેશન કમ ઉચ્ચ ઓલિક મગફળીના બીજ ઉત્પાદન અને ખેડૂતોના સન્માન તથા તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રના 65 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. મગફળી સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મગફળીની નવી જાતો વિકસાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના 6 કરોડના ફંડથી 8 વર્ષે મગફળીની નવિન વેરાયટી ગિરનાર 4 અને ગિરનાર 5 વિકસાવવામાં આવી હતી જà
જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત ઓરીએન્ટેશન કમ ઉચ્ચ ઓલિક મગફળીના બીજ ઉત્પાદન અને ખેડૂતોના સન્માન તથા તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રના 65 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. મગફળી સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મગફળીની નવી જાતો વિકસાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના 6 કરોડના ફંડથી 8 વર્ષે મગફળીની નવિન વેરાયટી ગિરનાર 4 અને ગિરનાર 5 વિકસાવવામાં આવી હતી જેની બે વર્ષ અગાઉ પ્રથમ 6 રાજ્યોમાં વાવેતર માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી, ઓલીક અને લીનોલિક એસિડની માત્રામાં વધારા સાથેની આ નવી વેરાયટી તૈયાર કરવામાં આવી છે જે ઓલીવ ઓઈલથી પણ વધુ ગુણકારી છે, ગિરનાર 4 મગફળીનું તેલ કાર્ડીયાક રોગો માટે ઉપયોગી થશે, ખરાબ કેલેસ્ટ્રોલમાં ઘટાડો કરશે સાથે મગફળી ની સેલ્ફ લાઈફ પણ 10 ગણી વધી જશે તેથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાશે, મગફળીની ગિરનાર 4 વેરાયટીના આગમનથી બટર અને ચોકલેટ બનાવતી કંપનીઓમાં અને વૈશ્વિક બજારમાં ભારતની મગફળીની માંગ વધશે.
જૂનાગઢ સ્થિત દેશના એકમાત્ર નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની ગિરનાર 4 અને ગિરનાર 5 એમ બે નવી વેરાયટી વિકસાવવામાં આવી છે. મગફળી સંશોધન કેન્દ્રમાં વર્ષ 2011 થી આ બે નવી વેરાયટી પર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું અને આઠ વર્ષ બાદ વર્ષ 2019 માં આ નવી વેરાયટી તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થયું. કેન્દ્ર સરકાર દ્વારા આ સંશોધન માટે 6 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. નવી વેરાયટી તૈયાર થયા બાદ તેને કેન્દ્ર સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી અને વર્ષ 2020 માં કેન્દ્ર સરકાર દ્વારા ગિરનાર 4 અને 5 ને પ્રથમ છ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા માં ખરીફ પાકમાં વાવેતર માટે મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગિરનાર 4 વેરાયટી નું પ્રતિ હેક્ટર ઉત્પાદન 3.5 ટન જેટલું મળે છે.
હાલની સામાન્ય મગફળીની વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 40 થી 50 ટકા છે અને લીનોલિક એસિડનું પ્રમાણ 2 ટકા છે, ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી મગફળીની ગિરનાર 4 અને 5 વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા અને લીનોલિક એસિડનું પ્રમાણ 20 ટકા છે.
તેલમાં ઓલીક એસિડનું પ્રમાણ જેટલું વધુ એટલું તે ફાયદાકારક, ઓલીક એસિડની માત્રા વાળા તેલથી ખરાબ કેલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે, હ્રદયરોગોમાં ફાયદો થાય છે, કાર્ડીયાક ડિસીઝમાં ફાયદો થાય છે. ઓલીવ ઓઈલમાં ઓલીક એસિડનું પ્રમાણ 75 ટકા હોય છે તેથી જ ઓલીવ ઓઈલની માંગ વધુ અને ભાવ પણ વધુ છે, પરંતુ હવે ભારતના વૈજ્ઞાનિકોએ મગફળીની ગિરનાર 4 વેરાયટી એવી વિકસાવી છે કે તેમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા છે, આમ ગિરનાર 4 મગફળીનું તેલ ઓલીવ ઓઈલ થી પણ વધુ ઓલીક એસિડવાળું વધુ ગુણકારી અને ગુણવત્તાવાળું થશે.
આ મગફળીની ખાસિયત એ છે કે તેમાં ઓલીવ ઓઈલ થી પણ વધુ ન્યુટ્રીશન છે, હાલ ઓલીવ ઓઈલની માંગ વધી રહી છે, જેનો ભાવ પણ ઉંચો છે ત્યારે ઓલીવ ઓઈલમાં જે તત્વો છે અને તેનાથી જે ફાયદા થાય છે તેના કરતાં વધુ ગુણ અને તત્વોવાળી આ મગફળીની જાત ભારતમાં અને તે પણ જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્રમાં વિકસાવવામાં આવી છે. જેથી હવે ઓલીવ ઓઈલને બદલ આ મગફળીનું તેલ ઉપયોગમાં લઈ શકાશે અને ઓલીવ ઓઈલ કરતાં ભાવમાં પણ ફાયદો થશે.
આ ઉપરાંત ગિરનાર 4 મગફળીમાં લીનોલિક એસિડનું પ્રમાણ વધવાથી મગફળી કે તેના તેલની સેલ્ફ લાઈફ એટલે કે ટકાઉ શક્તિ પણ વધી જશે, તેથી હવે સામાન્ય મગફળી કરતાં 10 ગણાં લાંબા સમય સુધી તે સંગ્રહ થઈ શકશે, જેમકે અત્યાર સુધી મગફળી, શિંગતેલ કે તેમાંથી બનતી બાય પ્રોડક્ટ જેટલો સમય સચવાતી હતી તેના કરતાં 10 ગણા વધુ સમય સુધી તે સાચવી શકાશે. હાલ બટર અને ચોકલેટ ની ભારે માંગ છે, ખાસ કરીને પીનટ બટર અને ચોકલેટ બનાવતી કંપની વધુ ઓલીક એસિડનું પ્રમાણ ધરાવતી મગફળી ખરીદે છે, ઓછા પ્રમાણવાળી મગફળી રીજેક્ટ કરે છે, અત્યાર સુધી આપણી મગફળીમાં ઓલીક એસિડનું પ્રમાણ 40 થી 50 ટકા હોવાને કારણે વૈશ્વિક બજારમાંથી રીજેક્ટ થતી હતી પરંતુ હવે નવી ગિરનાર 4 વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા હોવાથી ચોકલેટ અને પીનટ બટર બનાવતી કંપનીઓ ભારતની ગિરનાર 4 મગફળી ખરીદ કરવાનું પસંદ કરશે જેનો ખેડૂતનો સીધો ફાયદો થશે, આમ આગામી સમયમાં મગફળીની ગિરનાર 4 અને ગિરનાર 5 વેરાયટી ગુણવત્તા અને વૈશ્વિક બજારની દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થશે. સરકારની ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ મગફળી ખુબ જ મહત્વનો ભાગ ભજવશે, ખેડૂતોની મગફળી સીધી જ વૈશ્વિક બજારમાં વેચાણ થશે જેથી ખેડૂતોને ઉંચો ભાવ મળશે અને સીધો ફાયદો થશે.
મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસિત મગફળીની ગિરનાર 4 અને 5 જાતનું સંશોધન થયા બાદ તેનું બીજ ઉત્પાદન કાર્યક્રમ શરૂ થયો અને પ્રથમ પ્રાયોગિક ધોરણે ખેડૂતોને તેના બિયારણો અખતરા માટે આપવામાં આવ્યા જેમાં પણ સારા પરિણામો સામે આવ્યા, મગફળી સંશોધન કેન્દ્ર પર છ રાજ્યોને તેનું બિયારણ પુરૂં પાડવાની જવાબદારી છે તેથી દર વર્ષે ખેડૂતોને અપાતા અખતરાના બિયારણ બાદ તેમાંથી મળતાં ઉત્પાદનમાંથી પણ સારૂં બીજ પસંદ કરીને મગફળી સંશોધન કેન્દ્ર તે ખેડૂત પાસેથી બિયારણ ખરીદી કરે છે એટલું જ નહીં તેમાં સરકાર સબસિડી પણ આપે છે આમ ખેડૂત જો ગિરનાર 4 અને 5 મગફળીનું વાવેતર કરે તો પણ તેને બમણો ફાયદો થાય છે કારણ કે ઉત્પાદીત મગફળીમાંથી બિયારણનું સરકાર જ તેની પાસેથી ખરીદી કરી લે એટેલે બિયારણ તરીકેનું વેચાણ થાય તેના પણ પુરા ભાવ મળે તેમાં સબસીડીનો ફાયદો મળે અને જે મગફળી બિયારણ કાઢયા બાદ વધે તેનું ઉંચા ભાવે વેચાણ થઈ જાય આમ ખેડૂતોને ગિરનાર 4 અને 5 ના ઉત્પાદનમાં બધી રીતે ફાયદો થાય છે.
મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ ખેડૂતોને અખતરા માટે બિયારણ અપાયા હતા અને તેમાં જે ખેડૂતો હવે તેનું નિયમિત વાવેતર કરીને ઉત્પાદન મેળવતા થયા છે તેવા ખેડૂતો માટે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે અને વધુ ખેડૂતોને પ્રોત્સાહીત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આવા ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને મગફળીની ગિરનાર 4 તથા 5 માટેની વધુ માહિતી પ્રાપ્ત કરે છે અને તેના વધુ ઉત્પાદન વેચાણ અને બિયારણ તૈયાર કરવા સહીતની ટીપ્સ મેળવે છે. મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગિરનાર 4 અને 5 મગફળી કૃષિ ક્ષેત્રે એક ક્રાંતિ સર્જનારૂં સંશોધન છે જેનાથી સરકારનું જે લક્ષ્ય છે કે ખેડૂતોની આવક બમણી કરવી તે દિશા તરફ લઈ જવામાં ગિરનાર 4 અને 5 મગફળી મહત્વનો ભાગ ભજવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement