ફરાળમાં ખવાય તેવી સ્વાદિષ્ટ 'ફરાળી શિંગોડા ભાજી'
ફરાળી શિગોડા ભાજી બનાવવા માટેની સામગ્રી- ૨૫૦ ગ્રામ - બાફેલા નરમ શિંગોડા૨ ચમચી - શેકેલા શિંગદાણા ક્રશ ૧ ચમચી - તલ ૧ ચમચી - જીરું હાફ ટી સ્પૂન - મરી પાવડર ૧ ચમચી - ખાંડ2 લીલા મરચા કોથમીર 5 ચમચી - ઓઇલ લીંબુનો રસ મીઠું સ્વાદ પ્રમાણે મીઠા લીમડા પાન બનાવવાની રીત-સૌ પહેલાં નરમ શિગોડા લઈને તેને બાફી લો. ત્યારબાદ તેની છાલ કાઢી સમારી લો. પછી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું, લીલા મરચા, શિંગદાણà
ફરાળી શિગોડા ભાજી બનાવવા માટેની સામગ્રી-
૨૫૦ ગ્રામ - બાફેલા નરમ શિંગોડા
૨ ચમચી - શેકેલા શિંગદાણા ક્રશ
૧ ચમચી - તલ
૧ ચમચી - જીરું
હાફ ટી સ્પૂન - મરી પાવડર
૧ ચમચી - ખાંડ
2 લીલા મરચા
કોથમીર
5 ચમચી - ઓઇલ
લીંબુનો રસ
મીઠું સ્વાદ પ્રમાણે
મીઠા લીમડા પાન
બનાવવાની રીત-
- સૌ પહેલાં નરમ શિગોડા લઈને તેને બાફી લો. ત્યારબાદ તેની છાલ કાઢી સમારી લો.
- પછી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું, લીલા મરચા, શિંગદાણાના ભૂકો અને તલ નાખી શિંગોડા ઉમેરીને વઘારી લો.
- પછી તેમાં મીઠું, ખાંડ, મરી પાવડર અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરી 5 મિનિટ કૂક કરી ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરવું.
Advertisement