Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણીતા સિંગર પાર્થિવ ગોહિલએ અંબાજી મંદિરના દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગબ્બર ખાતે હાલમાં પરà
03:01 PM Feb 14, 2023 IST | Vipul Pandya
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગબ્બર ખાતે હાલમાં પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ નેતાઓ, વીઆઈપી લોકો આવી રહ્યા છે ત્યારે પરિક્રમા મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ દિવસે સાંતવની ત્રિવેદી આવ્યા હતા અને 13 ફેબ્રુઆરીના રોજ અંબાજીના ગબ્બર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જાણીતા ગુજરાતી હિન્દી ફિલ્મો ના સિંગર પાર્થિવ ગોહિલ જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલા અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી આવતા માઈ ભક્તો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જરૂર જતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને ગબ્બર પરિક્રમા મા હાજરી આપી હતી. અંબાજી ખાતે રેન્જ આઇ.જી જે.આર.મોથલિયાએ પણ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. આજે ત્રીજા દિવસે વહેલી સવારે બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દર્શન કરવા આવ્યા હતા.ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શન કરવા આવ્યા હતા.આજે સાંજે અંબાજી મંદિરમાં જાણીતા લોક ગાયક પાર્થિવ ગોહિલ આવ્યા હતા અને તેમને અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. સિદ્ધિવિનાયક મંદિરના પણ તેમના દર્શન કર્યા હતા
પાર્થિવ ગોહિલ અંબાજી માતાજીના દર્શન કરવા અવારનવાર આવે છે 
જાણીતા લોક ગાયક પાર્થિવ ગોહિલ અંબાજી મંદિરમાં અવારનવાર દર્શન કરવા આવે છે તેઓ માતાજીના અનન્ય ભક્ત છે આજે પણ તેઓ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે અગાઉ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીના દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. અંબાજી મંદિર ના દર્શન કર્યા બાદ તેઓ ગબ્બર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. પાર્થિવ ગોહિલ બોલીવુડમાં સંજય લીલા ભણસાલીની મુવીમાં પણ સોંગ ગાયેલ  છે.
પાર્થિવ ગોહિલ અંબાજી મંદિરમાં માતાજીનું ગીત ગાયું 
બોલીવુડના જાણીતા સિંગર અને ગુજરાતી ફિલ્મોના સિંગર પાર્થિવ ગોહિલ અંબાજી માતાજીના અનન્ય ભક્ત છે તેઓ આજે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે માતાજીના દર્શન કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં માતાજીનું સુંદર ગીત ગાયું હતું અને માતાજીના શ્લોક પણ બોલ્યા હતા ત્યારબાદ તેમને માતાજીની ગાદીમાં જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈને રક્ષા કવચ બંધાવ્યું હતું.
આપણ  વાંચો- ભચાઉમાં મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiAmbajitempleDarshanGujaratFirstParthivGohilSinger
Next Article