સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાના પેટમાં બાળક મૃત્યુ પામતા પરિવારનો હોબાળો
ભરૂચના(Bharuch)સ્લમ વિસ્તારમાં સગર્ભા મહિલાને (Pregnant woman)ભરૂચ સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)લાવવામાં આવી હતી પરંતુ સગર્ભાના પેટમાં જ બાળક મૃત્યુ (Child death)પામ્યાના આઠ કલાક બાદ તબીબો દ્વારા પરિવારને જાણ કરાતા મહિલાની હાલત પણ લથડી પડતા પરિવારજનો ભારે હોબાળો મચાવ્યો હતો અને મહિલાના જીવ બચાવવા ખાતર દર્દીને તાબડતો એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જો કે બાળકના મૃ
05:08 PM Nov 27, 2022 IST
|
Vipul Pandya
ભરૂચના(Bharuch)સ્લમ વિસ્તારમાં સગર્ભા મહિલાને (Pregnant woman)ભરૂચ સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)લાવવામાં આવી હતી પરંતુ સગર્ભાના પેટમાં જ બાળક મૃત્યુ (Child death)પામ્યાના આઠ કલાક બાદ તબીબો દ્વારા પરિવારને જાણ કરાતા મહિલાની હાલત પણ લથડી પડતા પરિવારજનો ભારે હોબાળો મચાવ્યો હતો અને મહિલાના જીવ બચાવવા ખાતર દર્દીને તાબડતો એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જો કે બાળકના મૃતદેહનું પોઈઝન મહિલાને થઈ જાય અને મહિલાને કંઈ થાય જાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નોને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યા નગરના સ્લમ વિસ્તારમાં રહેતી કાજલબેન વિજયભાઈ ચૌહાણ સગર્ભા હોય અને તે પ્રસુતિ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી અને સવારની ભરૂચ સિવિલમાં દાખલ હતી તે દરમિયાન તેના વિવિધ રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને બપોરના ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન જ સગર્ભાના પેટમાં જ બાળક મૃત્યુ પામ્યુ હોય છતાં પણ તબીબો દ્વારા દર્દીના પરિવારજનોને પેટમાં બાળક મૃત્યુ પામ્યું છે તેની જાણ ન કરતા અને અંતે મોડી સાંજે ૮ વાગ્યાના અરસામાં સગર્ભાના પેટમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું છે અને બપોરના સમયથી જ મૃત્યુ પામ્યો હોવાનું તબીબો દ્વારા જણાવવા સાથે મહિલાની હાલત પણ ગંભીર હોવાનું જણાવતા પરિવારજનો એ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભરૂચ સિવિલની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો
સગર્ભા મહિલાના પેટમાં કલાકો સુધી બાળકનું મૃતદેહ રહ્યો છે અને મૃતક બાળકના પોઈઝનથી મહિલાનું જીવનું જોખમ ઊભું થતા પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને સગર્ભા મહિલાને સારવાર માટે જે સામગ્રી જોઈએ તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ન હોવાનું જણાવતા જ સિવિલ તબીબો સામે પણ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો અને અંતે પરિવારજનોએ પણ સગર્ભા મહિલાનું જીવ બચાવવા માટે તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ આરંભ હતી પરંતુ વડોદરા ની હોસ્પિટલમાં ખસેડતી વેળા મહિલાના જીવનું જોખમ ઊભું થાય તો તેનો જવાબદાર ભરૂચ સિવિલ હોસ્પિટલ રહેશે તેવો આક્ષેપ પણ સગર્ભા મહિલાના પરિવારજનોએ કર્યો હતો
હાલ તો સગર્ભા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોય અને તેણીને સારવારથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પરંતુ સગર્ભા મહિલાનું પરિવાર પૈસા ટકે પણ મજબૂત ન હોવાના કારણે ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા બાહુબલી ટુ ગ્રુપના બી કે પટેલે પણ તેઓના પરિવારને આશ્વાસન આપી જે પણ ખર્ચો થશે તે કરવાની તૈયારી બતાવી હતી પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબોમાં માનવતા મરી પરવાળી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો
Next Article