Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સેંગપુર ગામે સપનાનું ઘર બનાવવા પરિવાર જોડાયું

જો સપનું જોયું હોય તો તેને સાકાર કરવાને તેવર હોવા જરૂરી છે અને આ સપનું સાકાર કરવા માટે એક ગરીબ પરિવાર જોતરાઈ ગયું છે અને પોતાનું પાકું મકાન (Baked house) બનાવવા માટે ૧૭૦૦થી વધુ રેતી સિમેન્ટના બ્લોક પોતાના ઘર આંગણે જ બનાવવાનું શરૂ કર્યું અને પોતાનું સપનાનું ઘર (Dream house)બનાવવાના સપનાને સાકાર કરવા માટે કરી રહ્યા છે તનતોડ મહેનત અને આ કામગીરીને ગામના સરપંચે પણ છેપાકું સપનાનું ઘર બને તેવા પ્રયાસ
12:50 PM Dec 12, 2022 IST | Vipul Pandya
જો સપનું જોયું હોય તો તેને સાકાર કરવાને તેવર હોવા જરૂરી છે અને આ સપનું સાકાર કરવા માટે એક ગરીબ પરિવાર જોતરાઈ ગયું છે અને પોતાનું પાકું મકાન (Baked house) બનાવવા માટે ૧૭૦૦થી વધુ રેતી સિમેન્ટના બ્લોક પોતાના ઘર આંગણે જ બનાવવાનું શરૂ કર્યું અને પોતાનું સપનાનું ઘર (Dream house)બનાવવાના સપનાને સાકાર કરવા માટે કરી રહ્યા છે તનતોડ મહેનત અને આ કામગીરીને ગામના સરપંચે પણ છે
પાકું સપનાનું ઘર બને તેવા પ્રયાસો કર્યા
જો મહેનત કરો તો ફળ અવશ્ય મળે છે અહીંયા આ યુકતી સાર્થક એટલા માટે થાય છે કે કાચા મકાનમાં રહેતો પરિવાર લોકોના પાક્કા મકાન જોઈ પોતાનું મકાન અને એ પણ સપનાનું પાકું મકાન બનાવવા માટે વિચાર કર્યો અને ઓછા રૂપિયામાં પણ પાકું સપનાનું ઘર બને તેવા પ્રયાસો કર્યા 
૨૦૦થી ૨૫૦ જેટલા બ્લોક બનાવવાની કામગીરી શરૂ કરી
ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર પંથકના સેગપુર (Segpur Village)ગામની છે જ્યાં કાચા મકાનમાં રહેતા પરિવારએ પોતાનું સપનાનું પાકું મકાન બનાવવા માટે નદીમાંથી રેતી લાવી સિમેન્ટ થકી પોતાના ઘર આંગણે રોજના ૨૦૦થી ૨૫૦ જેટલા બ્લોક બનાવવાની કામગીરી શરૂ કરી અને અંદાજે ૧૭૦૦થી વધુ બ્લોક બનાવી પોતાનું કાચું મકાન હટાવી પાકુ મકાન બનાવવાનું કામ શરૂ કરનાર છે 
પાકું મકાન બનાવનાર યુવકે પણ કહ્યું કે ઓછા રૂપિયામાં પાકું મકાન બનશે અને તે પણ સપનાનું મકાન બનશે જે સામગ્રી ખરીદી કરવામાં આવે છે તે મોંઘી હોવાના કારણે અમે જાતે જ કાચા મટીરીયલ માંથી તૈયાર કરીએ છીએ અને એટલા માટે અમારું સપનાનું ઘર પાકું તો હશે પરંતુ તે રકમમાં પણ સસ્તું હશે અને લોકોની જેમ જ અમારું મકાન પાકું બની રહેશે
પોતાનું કાચું મકાન પાકું બનાવવા માટે એક પરિવારે સાહસ ઉઠાવ્યુ અને આ સાહસને સ્થાનિક ગામના સરપંચે પણ બિરદાવ્યો અને લોકોને પણ પોતાનું કાચું મકાન બનાવવા માટે સાહસ કરવા માટે અનુરોધ કર્યો ઓછા ખર્ચમાં પણ પાકું મકાન બની શકે છે તેમ કહી સરપંચે પણ લોકોને પોતાનું મકાન બનાવવા માટેનું સાહસ ઉઠાવવા માટેનું રક્ષણ કર્યું હતું
આ પણ   વાંચો:  વરાછામાં રૂપિયા ૧૦ લાખથી વધુના હીરાની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BakedhouseBharuchdreamhouseGujaratFirstSegpurVillage
Next Article