Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૈત્રી કરારમાં યુવક સાથે રહેતી યુવતીના ઘરે ધમાલ કરનારા પરિવારજનો કરાયા જેલહવાલે

અમદાવાદનાં ધાટલોડિયા વિસ્તારમાં મૈત્રી કરારમાં યુવક સાથે રહેતી યુવતીનાં ઘર પરિવારજનોએ કરેલા હુમલા બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને 10 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. મહત્વનું છે કે 10થી વધુ લોકોનાં ટોળાએ વાહનોમાં તોડફોડ કરીને યુવતીને લઈ જ જઈશું તેવી ધમકીઓ આપી હતી.અમદાવાદનાં ધાટલોડિયા વિસ્તારમાં 25મી મેનાં રોજ 10થી વધુ લોકોના ટોળાએ વાહનોમાં કરેલી તોડફોડ મામલે ફરિયાદ નોંધાતા સમગ્
મૈત્રી કરારમાં યુવક સાથે રહેતી યુવતીના ઘરે ધમાલ કરનારા પરિવારજનો કરાયા જેલહવાલે
અમદાવાદનાં ધાટલોડિયા વિસ્તારમાં મૈત્રી કરારમાં યુવક સાથે રહેતી યુવતીનાં ઘર પરિવારજનોએ કરેલા હુમલા બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને 10 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. મહત્વનું છે કે 10થી વધુ લોકોનાં ટોળાએ વાહનોમાં તોડફોડ કરીને યુવતીને લઈ જ જઈશું તેવી ધમકીઓ આપી હતી.
અમદાવાદનાં ધાટલોડિયા વિસ્તારમાં 25મી મેનાં રોજ 10થી વધુ લોકોના ટોળાએ વાહનોમાં કરેલી તોડફોડ મામલે ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ખુલ્યો હતો.ઘાટલોડિયામાં રહેતા મેરુ દેસાઈ અને અમી દેસાઈ વચ્ચે વર્ષ 2019 પ્રેમ સંબંધમાં જોડાયા હતા. પરતું અમીબેનના પરિવારને આ સંબંધનો સ્વીકાર કરતું ન હતું.જેથી પોતાના પ્રેમી સાથે જિંદગી જીવા માટે પિતાનું ઘર છોડ્યું અને પ્રેમી મેરુના ઘરે રહેવા આવી,આ પ્રેમી યુગલ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમના પરિવાર તમેના જીવનો દુશ્મન બનશે અને ખાતકી હુમલો કરશે. 
આ પ્રેમી યુગલ મૈત્રી કરાર કરી આશાપુરી સોસાયટી રહેવા આવ્યા જેની જાણ અમીના પરિવારને થતા તેઓ ટોળું લઈ સમાધાન બહાને 51લાખ રૂપિયા અને સોના દાગીના માંગણી કરી.પરતું યુવકના પરિવારે માંગણી ન સ્વીકારતા તેમના ઘરે 20 થી25 લોકોના ટોળા ઘર પર તોડફોડ કરી.
બન્ને પ્રેમી યુગલ શિક્ષિત છે.જેમાં અમી દેસાઈ પીએચડીમાં અભ્યાસ કરે છે અને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન મદદનીશ તરીકે ફરજ બજાવે છે. જ્યારે મેરુ કાયદાનો અભ્યાસ કરે છે.બંને ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધમાં જોડાયા હતા. પરંતું અમીબેનના બાળપણમાં લગ્ન કરી લીધા હતા. જે અમીને મંજુર નહતા. એક તરફ પ્રેમ અને બીજી તરફ સામાજિક બંધન વચ્ચે અમીએ પ્રેમનો સાથ આપ્યો અને પ્રેમી મેરુ સાથે મૈત્રી કરાર કરીને જિંદગી ની શરૂઆત કરી.જેની અદાવત રાખીને અમીના પરિવારે અસામાજિક તત્વો સાથે મળીને તોડફોડ કરીને હુમલો કરતા ઘાટલોડિયા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો.
આ ધટનામાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને ફરિયાદી યુવતીનાં ફોઈનાં દિકરા નાગરાજ દેસાઈ,  કૌટુંબીક ભાઈ રાજુ દેસાઈ, અન વૈભવ દેસાઈ, કૌશલ દેસાઈ સહિત 10 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ પ્રકારનાં ગુના જામીનપાત્ર હોવા છતાં યુવતીને પરિવારજનોનો ભય સતાવતો હોવાથી તેમજ પરિવારજનો માથાભારે હોવાથી પોલીસે આરોપીઓને જામીન ન મળે તેવી કોર્ટમાં માગ કરતા કોર્ટે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ત્યારે આ મામલે ધાટલોડિયા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.