Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છ જિલ્લામાં વાહનોની બનાવટી RC બુકનું કૌભાંડ ઝડપી પડાયું

રાજ્યમાં ગૂનાખોરીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમ વધતા લોકોમાં પણ ભય અને ચિંતા જોવા મળી રહી છે. તાજતેરમાં કચ્છ જિલ્લામાંથી એક ગૂનાનો પર્દાફાશ થયો છે. કચ્છ જિલ્લામાં વાહનોની બનાવટી RC બૂકનું કૌભાંડ LCBની ટીમે ઝડપી પાડ્યું છે. આ બનાવમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી મુજબ, ભુજ શહેરના પાટવાડી નાકા અંદર પાસેથી ત્રણ બનાવટી આર.સી.બૂક  સાથે ત્
05:51 AM Apr 06, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં ગૂનાખોરીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમ વધતા લોકોમાં પણ ભય અને ચિંતા જોવા મળી રહી છે. તાજતેરમાં કચ્છ જિલ્લામાંથી એક ગૂનાનો પર્દાફાશ થયો છે. કચ્છ જિલ્લામાં વાહનોની બનાવટી RC બૂકનું કૌભાંડ LCBની ટીમે ઝડપી પાડ્યું છે. આ બનાવમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 
મળી રહેલી માહિતી મુજબ, ભુજ શહેરના પાટવાડી નાકા અંદર પાસેથી ત્રણ બનાવટી આર.સી.બૂક  સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ફારૂખખાન કરીમખાન પઠાણની પૂછપરછમાં કહ્યું કે, તેને વાહનો લે વેચના ધંધામાં નુકસાની આવતા મૂળ માલિક પાસેથી વાહનો ખરીદ કરીને પોતાના તથા તેની સાથે સામેલ અન્ય ઈસમો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ખોટા નંબરના આધારે બનાવટી ખોટી 18 જેટલી આર.સી.બૂક બનાવી હતી. તે પૈકી પ્રાથમિક તપાસમાં નવ બનાવટી આર.સી.બૂક કબજે કરવામાં આવી છે. RTO અમદાવાદ મારફતે તપાસ કરાવતા તે આર.સી.બૂક ખોટી હોવાનું તપાસમાં જણાઈ આવતા પ્રાથમિક તપાસના અંતે LCBની ટીમ દ્વારા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બનાવમાં કુલ ત્રણ આરોપીઓને આધાર પુરાવા સાથે પકડી પાડવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં બનાવટી આર.સી.બૂક કૌભાંડનો LCB ટીમે પર્દાફાશ કર્યો છે. આ બનાવમાં ફારૂખ ખાન, કરીમ ખાન પઠાણ, અબ્દુલ અયુબ કુંભાર, જાકીર હુસૈન જાફરની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પાસેથી આર.સી.બૂક 9, 2 મોબાઈલ, 1 લેપટોપ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
Tags :
BhujCrimeGujaratGujaratFirstKutch
Next Article