Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં નકલી પોલીસે કર્યું અપહરણ, આ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થીતી સર્જાઈ છે. હાલમાં જ એલીસબ્રિજ પોલીસે પોલીસ બનીને પૈસા પડાવતા ઈસમની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. કારંજ વિસ્તારમાં પોલીસના વેશમાં આવેલા બે  શખ્સોએ યુવકને રોકી તેનું અપહરણ કરી લૂંટને અંજામ આપ્યો હતો. જોકે યુવકની ચપળતાના કારણે આરોપીઓ પોતાના મનસૂબામાં સફળ થઈ ન શકતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.કારંજ પોલીસે આ ગુનામાં વટવàª
11:16 AM Apr 17, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થીતી સર્જાઈ છે. હાલમાં જ એલીસબ્રિજ પોલીસે પોલીસ બનીને પૈસા પડાવતા ઈસમની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. કારંજ વિસ્તારમાં પોલીસના વેશમાં આવેલા બે  શખ્સોએ યુવકને રોકી તેનું અપહરણ કરી લૂંટને અંજામ આપ્યો હતો. જોકે યુવકની ચપળતાના કારણે આરોપીઓ પોતાના મનસૂબામાં સફળ થઈ ન શકતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
કારંજ પોલીસે આ ગુનામાં વટવા વિસ્તારનો રહેવાસી શાહરૂખ શેખ નામના ઈસમની ધરપકડ કરી છે. આરોપીએ  તેના મિત્ર અનીસ ટાંકી સાથે મળીને યુવકને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવી હતી. ફરિયાદી રિઝવાન શેખ  ઢાલગરવાડ વિસ્તારમાં પોતાની મિત્રની દુકાને રાત્રીના  સમયે જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા આરોપીઓએ ફરિયાદીને પોતે પોલીસ છિએ તેમ જણાવી રાતનાં ક્યાં ફરે છે તેવુ કહીને પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને બાઈક પર બેસાડી અપહરણ કરીને દાણીલીમડા લઈ ગયા હતા.જ્યાં રિઝવાન શેખને લાફા મારી મોબાઈલ અને ખિસ્સામાં રહેલા રૂપિયા લૂંટી લીધા હતા.
યુવકની ચપળતાએ ઝડપ્યો આરોપી 
આરોપીએ યુવકનાં ફોનમાં તપાસમાં તેમાં ઓનલાઈન ખાતામાં 11 હજાર રૂપિયા જોઈ નજીકની મોબાઈલ રિચાર્જની દુકાને લઈ જઈ પૈસા ઓનલાઈન દુકાનદારનાં ખાતામાં જમા કરાવી 5 હજાર રોકડ રકમ પડાવી લીધી હતી.  આરોપીઓએ યુવકને બાઈક પર બેસાડી મોબાઈલ પરત જોઈતો હોય તો 10 હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી..જે સમયે ભોગ બનનાર રિઝવાન શેખે ચપળતા વાપરી આરોપીઓને પોતાનાં ઘરે પૈસા છે તેમ જણાવી ઘરે લઈ જવાનું કહીને પટવા શેરી પાસે લઈ આવ્યો હતો.  યુવકે પોતાનાં શેઠને સમગ્ર ધટના અંગે જાણ કરતા તેઓએ કારંજ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ત્વરીત ધટના સ્થળે જઈને બાઈક સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.
આ કારણે  ગુનાહિત કૃત્ય કરતા 
કારંજ પોલીસે આરોપીની પુછપરછ કરતા તેણે પોતાનું નામ શાહરુખ અને અનીસ ટાંક નામનાં મિત્ર સાથે મળીને નકલી પોલીસ બનીને લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું કબૂલ્યું હતું. આરોપીઓ નશાની ટેવ ધરાવતા હોવાથી આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું.  કારંજ પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. સાથે જ પકડાયેલા આરોપીએ આ રીતે પોલીસની ઓળખ આપી અન્ય કોઈ પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Tags :
AhemdabadFakepoliceGujaratFirst
Next Article