Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફાફ ડુ પ્લેસિસે ટીમના એક મેમ્બરને લઇને કર્યો સૌથી મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો

T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઇ ગઇ છે. સોમવારે સુપર 12ની છઠ્ઠી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો ઝિમ્બાબ્વે સામે મુકાબલો થયો જ્યા વરસાદના કારણે દ.આફ્રિકાની ટીમને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. એક તરફ ટીમને વરસાદે પરેસાન કર્યું છે તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પોતાની જ ટીમના એક સભ્ય પર એક મોટો આરોપ લગાવ્યો છે. ડુ પ્લેસિસે શા માટે ક્રિકેટમાંથી અચાનક લીધી નિવૃતà«
09:37 AM Oct 25, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઇ ગઇ છે. સોમવારે સુપર 12ની છઠ્ઠી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો ઝિમ્બાબ્વે સામે મુકાબલો થયો જ્યા વરસાદના કારણે દ.આફ્રિકાની ટીમને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. એક તરફ ટીમને વરસાદે પરેસાન કર્યું છે તો બીજી તરફ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પોતાની જ ટીમના એક સભ્ય પર એક મોટો આરોપ લગાવ્યો છે. 
ડુ પ્લેસિસે શા માટે ક્રિકેટમાંથી અચાનક લીધી નિવૃત્તિ
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના કોચ અને પૂર્વ ક્રિકેટર માર્ક બાઉચર T20 વર્લ્ડ કપ બાદ રાજીનામું આપવાના છે. તે IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં કોચ તરીકે જોડાશે. બાઉચર હાલમાં વર્લ્ડ કપમાં ટીમ સાથે છે પરંતુ આ દરમિયાન તે વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યા છે. દિગ્ગજ વિકેટકીપર પર દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને IPLમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આરોપ લગાવ્યો છે. 38 વર્ષીય ડુ પ્લેસિસે પોતાની ઓટોબાયોગ્રાફીમાં બાઉચર સાથેના સંબંધોમાં ખટાશ સહિત અનેક બાબતો પર લખ્યું છે. શા માટે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી અને કોચ બાઉચર સિવાય ટીમ સાથેના તેના છેલ્લા દિવસો તેના ટીમ મેનેજમેન્ટ કેવા હતા આ અંગે હવે ફાફના ફેન્સ જાણવા માગી રહ્યા છે.  
બાવુમાના રંગ પર કરી હતી ટિપ્પણી
ડુ પ્લેસિસે કહ્યું કે, ડિસેમ્બર 2019મા ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા બાઉચરે કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ઘણુ બધુ બદલાવા લાગ્યું હતું. તેમણે લખ્યું કે, તે સિરીઝ દરમિયાન તેમણે પહેલીવાર એકલું અનુભવ્યું કારણ કે તે સમયે કોચ બાઉચરે તેને સાથ આપ્યો ન હતો. ફાફે કહ્યું કે, બીજી ટેસ્ટ પહેલા જ્યારે તે ફોર્મમાં ન હતો ત્યારે તેને ટીમના એકમાત્ર અશ્વેત ખેલાડી ટેમ્બા બાવુમાને ટીમમાંથી છોડવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. આના પર, બાવુમાના રન પર વાત કરતી વખતે, તેણે જવાબ આપ્યો કે ટીમે તેનો રંગ જોયો નથી. આ પછી, ડુપ્લેસીસને તેના જવાબ માટે મીડિયા તરફથી ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. આ સમગ્ર ઘટનાને યાદ કરતા ડુ પ્લેસિસે કહ્યું કે, તત્કાલીન ટીમ ડાયરેક્ટર ગ્રીમ સ્મિથ અને કોચ બાઉચરે તેનો બચાવ કર્યો ન હતો અને તેને એકલો છોડી દીધો હતો.
બાઉચર સાથેના સંબંધોમાં તિરાડ પડી
ડુ પ્લેસિસે કહ્યું કે, શ્રેણી બાદ તેને રાષ્ટ્રીય ટીમમાં તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું અને તેના પર તેણે તમામ ફોર્મેટમાં રમવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો. જોકે, તે પછી તેણે થોડા દિવસો માટે ODIમાંથી બ્રેક લેવાની વાત પણ કરી હતી અને ODI ની કેપ્ટન્સી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આના પર બાઉચરે તેની પાસેથી T20ની કેપ્ટનશીપ છોડવા અંગે તેમનો અભિપ્રાય પણ માંગ્યો હતો, જ્યારે ફાફે એવું કંઈ જ નહોતું વિચાર્યું. ડુ પ્લેસિસે કહ્યું કે, ધીમે ધીમે તેના અને બાઉચર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડવા લાગી અને અંતર વધવા લાગ્યું. આને ધ્યાનમાં રાખીને ફાફે 17 ફેબ્રુઆરી 2022ના રોજ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ તે એક ખેલાડી તરીકે જ રહેવા માંગતો હતો. આ દરમિયાન, તેની અને બાઉચર વચ્ચે વધુ એક વિવાદ થયો, જેના પછી તેણે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો.
બાઉચર સાથેના સંબંધો સતત બગડ્યા
ડુ પ્લેસિસે યાદ કર્યું કે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં નાની લીડ મેળવી હતી. દિવસની રમત પૂરી થવામાં હતી અને સ્પિનર ​​કેશવ મહારાજને નાઈટ વોચમેન તરીકે મોકલવાના હતા. પરંતુ એવું ન થયું અને તેને બેટિંગ માટે મોકલવામાં આવ્યો અને પાકિસ્તાને તેને આઉટ કર્યો. ફાફે માર્કના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને મીડિયામાં પ્રતિક્રિયા પણ આપી. આ સમગ્ર ઘટના બાદ માર્ક ખૂબ જ ગુસ્સે થયો હતો અને ત્યારબાદ તેણે T20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ સિલેક્શન દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ફાફે સ્મિથ અને બાઉચરને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે જાણ કરી હતી.
આ પણ વાંચો - દક્ષિણ આફ્રિકાની આસાન દેખાતી જીતમાં વરસાદ બન્યો વિલન
Tags :
controversyCricketFafDuplesisGujaratFirstMarkBoucherSports
Next Article