ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફડણવીસ ગર્જ્યા, સરકારમાં હિંમત હોય તો અમારી સામે રાજદ્રોહનો ગુનો નોંધે

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને લઇને શરુ થયેલા વિવાદમાં રાજકારણ ગરમ થઇ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષમાં આ મુદ્દે સામ સામે નિવેદનોનો દોર ચાલી રહ્યો છે. સોમવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હનુમાન ચાલીસા મહારાષ્ટ્રમાં નહી બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે? આ લોકોને હનુમાન ચાલીસાથી આટલી નફરત કેમ છે? અમે હનુમાન ચાલીસા બોલીશુ અને જો સરકારàª
11:30 AM Apr 25, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને લઇને શરુ થયેલા વિવાદમાં રાજકારણ ગરમ થઇ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષમાં આ મુદ્દે સામ સામે નિવેદનોનો દોર ચાલી રહ્યો છે. સોમવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હનુમાન ચાલીસા મહારાષ્ટ્રમાં નહી બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે? આ લોકોને હનુમાન ચાલીસાથી આટલી નફરત કેમ છે? અમે હનુમાન ચાલીસા બોલીશુ અને જો સરકારમાં હિંમત હોય તો અમારી સામે રાજદ્રોહનો ગુનો લગાવીને દેખાડે. 
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારું માનવું છે કે હિટલરશાહીથી સંઘર્ષ થાય છે, સંવાદથી નહી. જો આ પ્રકારની પ્રવૃત્તી અહી થશે તો તેઓ તેનો મુકાબલો કરશે. અમે ગૃહ મંત્રીની બેઠકમાં જઇને શું કરીશું કારણ કે આ બેઠકમાં મુખ્યમંત્રી તો હાજર રહ્યા જ નથી. 
ફડણવીસે કહ્યું કે આજે મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ જે બેઠક બોલાવી હતી તો અમે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો કારણ કે જે રીતે વીતેલા 3થી 4 દિવસમાં જે રીતે પોલીસનો ઉપયોગ કરીને વિપક્ષી પાર્ટીના લોકોને મારવાનો પ્રયાસ કરાયો હતો ત્યારબાદ સંવાદ માટે કયાં જગ્યા છે?
ફડણવીસે રાણા દંપતીની ધરપકડને ખોટી દર્શાવતાં મહારાષ્ટ્ર સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે કોઇ પણ સ્થળે હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો શું રાજદ્રોહનો ગુનો છે? તેમણે મુંબઇ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યો કે નવનીત રાણાને પીવા માટે પાણી આપવામાં આવ્યું ન હતું.  અમને તેમને ટોયલેટ જવાની મંજુરી પણ અપાઇ ન હતી.                                                                                                                                                        
Tags :
controversyDevendraFadanvisGujaratFirstHanumanChalisaMaharashtranavnitranaRaviRana
Next Article