Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીજી T20માંથી આ ખેલાડીની થઇ બાદબાકી, BCCIએ આપી જાણકારી

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી મોટી થઈ ગઈ છે. પ્રથમ T20માં ઋતુરાજ ગાયકવાડને જમણા કાંડામાં ઈજા થતા ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હવે બીજી T20 પહેલા ઋતુરાજ શ્રીલંકા સામેની બાકીની બીજી T20 મેચમાંથી બહાર છે. આ પહેલા દીપક ચહર પણ સૂર્યકુમાર યાદવની ઈજાના કારણે ટીમની બહાર હતો. ટીમ ઈન્ડિયાએ શનિવાર અને રવિવારે ધર્મશાલામાં T20 શ્રેણીની છેલ્àª
બીજી t20માંથી આ ખેલાડીની થઇ બાદબાકી  bcciએ આપી જાણકારી
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી મોટી થઈ ગઈ છે. પ્રથમ T20માં ઋતુરાજ ગાયકવાડને જમણા કાંડામાં ઈજા થતા ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હવે બીજી T20 પહેલા ઋતુરાજ શ્રીલંકા સામેની બાકીની બીજી T20 મેચમાંથી બહાર છે. આ પહેલા દીપક ચહર પણ સૂર્યકુમાર યાદવની ઈજાના કારણે ટીમની બહાર હતો. ટીમ ઈન્ડિયાએ શનિવાર અને રવિવારે ધર્મશાલામાં T20 શ્રેણીની છેલ્લી બે મેચ રમવાની છે.
ગાયકવાડે તેના જમણા કાંડામાં દુખાવાની ફરિયાદ કરી
ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ, શ્રીલંકા સામે ચાલી રહેલી ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થયા બાદ, હવે ઈજામાંથી સાજા થવા પર કામ કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે. BCCIએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. ગાયકવાડે તેના જમણા કાંડામાં દુખાવાની ફરિયાદ કરી હતી, જે તેની બેટિંગ પર અસર કરી રહી હતી. આ કારણે તે પ્રથમ T20 માટે પસંદગી માટે અનુપલબ્ધ હતો. તેની તપાસ કર્યા બાદ BCCIની મેડિકલ ટીમને જાણવા મળ્યું કે તેને NCA જવું પડશે.
Advertisement

રણનીતિમાં થોડો ફેરફાર થઈ શકે છે
ટીમ ઈન્ડિયા કોઈપણ ફેરફાર વિના આ મેચમાં ઉતરી શકે છે. રોહિત બ્રિગેડે લખનઉમાં શ્રીલંકાને 62 રને હરાવીને પ્રથમ T20I જીતી હતી. હવે ધર્મશાળામાં ભારતે લખનઉ, કોલકાતાથી અલગ સ્થિતિમાં મેદાનમાં ઉતરવું પડશે, આવી સ્થિતિમાં રણનીતિમાં થોડો ફેરફાર થઈ શકે છે. અહીંની પીચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ થઈ શકે છે. ધર્મશાળાની વિકેટ અને અહીંનું હવામાન બેટ્સમેન માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે.
મયંક અગ્રવાલ ટીમમાં સામેલ
BCCIની અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ T20 શ્રેણીની બાકીની મેચો માટે ગાયકવાડની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કર્યો છે. મયંક ધર્મશાલામાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયો છે, જ્યાં ટીમ શનિવારે તેની બીજી મેચ રમવાની છે.
ઋૂતુરાજ ગાયકવાડ શ્રીલંકા સામેની T20 શ્રેણીમાંથી બહાર થનારો ત્રીજો ખેલાડી
ઋતુરાજ સૂર્યકુમાર યાદવ અને દીપક ચહરના બહાર થયા બાદ વર્તમાન ટીમમાંથી બહાર થનાર ત્રીજો ખેલાડી છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ટી20 મેચ દરમિયાન બંને ઈજાગ્રસ્ત થયા હતા.
Tags :
Advertisement

.