Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પરિણામો જાહેર થાય ત્યારે નિષ્ફળ વિદ્યાર્થીઓની હતાશા ગંભીર બની જાય છે, તકેદારી જરૂરી

કોરોના મહામારીના વિષમ સંજોગો લગભગ પુરા થવાની દિશામાં છે. આપણું જનજીવન ફરીથી પાછું રાબેતા મુજબનું બનવા તરફ જઈ રહ્યું છે. આપણા બાળકો વિદ્યાર્થીઓને કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણના કહેવાતા કર્મકાંડ પછી પરીક્ષાઓ લેવામાં આવી. મોટાભાગની પરીક્ષાઓ પૂરી થઈ છે અથવા તો પૂરી થવામાં છે. કેટલાક પરીક્ષાની બાકી રહી ગયેલી વિધીમાંથી ટૂંકસમયમાં પસાર થશે અને પછી પરિàª
પરિણામો જાહેર થાય ત્યારે નિષ્ફળ વિદ્યાર્થીઓની હતાશા ગંભીર બની જાય છે  તકેદારી જરૂરી
કોરોના મહામારીના વિષમ સંજોગો લગભગ પુરા થવાની દિશામાં છે. આપણું જનજીવન ફરીથી પાછું રાબેતા મુજબનું બનવા તરફ જઈ રહ્યું છે. આપણા બાળકો વિદ્યાર્થીઓને કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણના કહેવાતા કર્મકાંડ પછી પરીક્ષાઓ લેવામાં આવી. મોટાભાગની પરીક્ષાઓ પૂરી થઈ છે અથવા તો પૂરી થવામાં છે. કેટલાક પરીક્ષાની બાકી રહી ગયેલી વિધીમાંથી ટૂંકસમયમાં પસાર થશે અને પછી પરિણામોની રાહ જોવાશે. આમ તો દર વર્ષે પરીક્ષાઓ પછી પરિણામો જાહેર થાય છે. નિષ્ફળ જનારા વિદ્યાર્થીઓની હતાશા ક્યારેક-ક્યારેક કોઈ કોઈને માટે એટલી ગંભીર બની જાય છે કે  નિષ્ફળ જનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આત્મહત્યા કરવા તરફ ધકેલાઈ છે.
આ કોઈ નવી ચર્ચા માગતો નવો પ્રશ્ન કે નવી સમસ્યા નથી. પણ આ વર્ષે કોરોના મહામારીના વિષમ સંજોગોએ આપણા બાળકો, કિશોરો અને તરુણોના મન ઉપર પણ મોટા પ્રમાણમાં નકારાત્મક પ્રભાવ પાડ્યો છે. જેનો આપણે ઇનકાર કરી શકીએ તેમ નથી. વળી ઓફલાઇન અને ઓનલાઇનના કર્મકાંડથી વિદ્યાર્થીઓને જોઈએ તેવું વર્ગ શિક્ષણ આપણે આપી નથી શક્યા એ પણ સ્વીકારવું જ રહ્યું. એવા વિષમ સંજોગો પછી આવેલી પરીક્ષા પ્રતિવર્ષની પરીક્ષાઓ કરતા આ વર્ષે બાળકો વિદ્યાર્થીઓ માટે એક વધારાની પરીક્ષા બનવાની છે કે બની છે .
હવે જ્યારે પરિણામોની મોસમ શરૂ થશે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વખતે નિષ્ફળ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળે અથવા તો પરીક્ષા તંત્ર દ્વારા લેવાયેલા સમાધાનોને કારણે નિષ્ફળ જનારા અથવા તો નિષ્ફળ જવાની શક્યતાઓ વાળા વિદ્યાર્થીઓ પણ સફળ થાય એવું પણ બને. આ બંને પ્રકારની સ્થિતિ વિદ્યાર્થીઓને માટે તો અસમંજસ આનંદ કે પછી અસમંજસ ઉદાસી આપનારા બની શકે છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ કોરોનાના વિષમ સંજોગોમાં પણ ગંભીરતા પૂર્વક અભ્યાસ કર્યો છે. પોતાને સતત એક પરીક્ષાર્થી તરીકે એક વિદ્યાર્થી તરીકે જાગ્રત રાખ્યો છે એવા વિદ્યાર્થીઓના પરિણામોની લગોલગ જ્યારે સમાધાનોને કારણે નબળા વિદ્યાર્થીઓના પરિણામો પણ મુકાશે. પેલા શિક્ષણ તરફના ગંભીર રહેલા વિદ્યાર્થીઓનેએ પરિણામો ઠેસ પહોંચાડી શકે છે.
 જે નિષ્ફળ જશે તે આ વર્ષે અગાઉનાં વર્ષો કરતાં વધારે હતાશા અનુભવશે કારણકે કોરોના મહામારીના સંજોગોમાં તેણે - તેના પરિવારે આર્થિક અને સામાજિક રીતે જે પડકારો ઝીલ્યા છે તે તેની માનસિકતામાંથી હજુ આવ્યા નથી. એવા સંજોગોમાં પરીક્ષામાં નિષ્ફળતા આ વર્ષે વિદ્યાર્થીને વધારે હતાશ કરે એવું લાગે છે.
આપણા શિક્ષણશાસ્ત્રીઓએ અને સમાજશાસ્ત્રીઓએ પરિણામો આવે તે પહેલા આપણા વિદ્યાર્થીઓની સકારાત્મકમાં સિક્કા ઘટાડવાની દિશામાં વૈધાનિક કે પછી અવૈધાનિક રીતે કોઈક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અલબત હા, સમસ્યા પ્રતિવર્ષની છે એની ના નહિ પણ આ વર્ષ સૌને માટે વિશિષ્ટ પડકારો અને સમસ્યાઓમાંથી બહાર નીકળ્યાનું વર્ષ છે. આપણા કુમળા બાળકો, તરૂણો, યુવાનો પણ એનાથી બાકાત રહી શકે એમ નથી. આ સંભાવનાનો ગંભીરતાપૂર્વક વિચાર કરીને શાળાઓએ વર્તમાનપત્રોએ રેડિયો કે ટેલિવિઝન કે એથી આગળ વધીને હું તો કહીશ કે આપણી વ્યાસપીઠ ઉપરથી આપણે આપણા બાળકોને આવનારા પરિણામો પછી શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે તૈયાર કરવા જોઈએ જેમ જીવવા માટે કોરોનાની રસી અનિવાર્ય હતી. એટલા માટે આપણે સાથે મળીને એનું ભરપૂર માર્કેટિંગ કર્યું અને એના સારા પરિણામો પણ આપણને મળ્યા કદાચ એટલી જ ગંભીરતાથી આપણે આગામી દિવસોમાં આવનારા વિવિધ પરીક્ષાઓના પરિણામો પૂર્વે પ્રશિક્ષણની માર્કેટિંગની સમજાવટની જે જે ટેકનીક હાથ વગી છે. તેનો ઉપયોગ કરીને આપણા વિદ્યાર્થીઓને પરિણામ માટે તૈયાર કરવાના છે. આમાં સૌથી મોટી ભૂમિકા માતા-પિતાની અને પરિવારની બને છે. આપણે તીવ્ર હરીફાઇના ભાવમાંથી નીકળીને આપણા બાળકના જીવનને બચાવવાની દિશામાં આજથી જ વિચારતા થઈ અને એ પ્રમાણે એની સાથે વર્તન કરતા થઈએ તો કદાચ પરિણામ પૂર્વે એ બધા જ પ્રકારના પડકારો ઝીલવા માટે માનસિક રીતે તૈયાર રહેશે.
Advertisement
Tags :
Advertisement

.