પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને ઝટકો, જાણો ચૂંટણી પંચે શું કર્યું
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે તોશાખાના કેસમાં ઈમરાન ખાનની સંસદની સદસ્યતા રદ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન પર ખોટો જવાબ દાખલ કરવાનો આરોપ લાગ્યો હતો. પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રઝાની અધ્યક્ષતાવાળી 4 સભ્યોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય બાદ ચૂંટણી પંચની ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આàª
09:45 AM Oct 21, 2022 IST
|
Vipul Pandya
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે તોશાખાના કેસમાં ઈમરાન ખાનની સંસદની સદસ્યતા રદ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન પર ખોટો જવાબ દાખલ કરવાનો આરોપ લાગ્યો હતો. પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રઝાની અધ્યક્ષતાવાળી 4 સભ્યોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય બાદ ચૂંટણી પંચની ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તોશાખાનાની ભેટો સસ્તામાં ખરીદવાનો આરોપ
પાકિસ્તાનમાં, શાસક ગઠબંધનના ધારાસભ્યોએ ચૂંટણી પંચમાં એક અરજી દાખલ કરી હતી જેમાં આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાને તોશાખાનામાં સંગ્રહિત ભેટો સસ્તામાં ખરીદી હતી અને તેને ઊંચા ભાવે વેચી હતી. આ મામલે ચૂંટણી પંચે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ઇમરાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા
પાકિસ્તાનના ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ECP એ તોશા ખાના કેસમાં ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા છે. ECP એ શુક્રવારે (21 ઓક્ટોબર) એ પણ જાહેરાત કરી છે કે ઈમરાન ખાન હવે સંસદના સભ્ય નથી. ઈસીપીના નિર્ણય મુજબ ઈમરાન ખાન વિરુદ્ધ ભ્રષ્ટાચાર બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ઇમરાન પર આરોપ લગાવાયો હતો
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાન પર આરોપ છે કે તેઓ સત્તામાં હતા ત્યારે વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટો વિશે અધિકારીઓને ગેરમાર્ગે દોરતા હતા. ઓગસ્ટમાં, ગઠબંધન સરકારે ઈમરાન ખાન સામે તોશાખાના ભેટ અને તેમના કથિત વેચાણમાંથી મળેલી રકમની "વિગતો શેર ન કરવા" માટે અરજી દાખલ કરી હતી.
સત્તાધારી ગઠબંધનના સાંસદોએ ફરિયાદ કરી હતી
સત્તાધારી ગઠબંધન, પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના સાંસદોએ નેશનલ એસેમ્બલીના પ્રમુખ રાજા પરવેઝ અશરફને ફરિયાદ કરી હતી. જેમણે પાછળથી તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સિકંદર સુલતાન રાજાને આગળની કાર્યવાહી માટે મોકલી હતી.
1974માં સ્થપાયેલ તોશાખાના એ કેબિનેટ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળનો વિભાગ છે. શાસકો, સંસદસભ્યો, અમલદારો અને અન્ય સરકારો અને રાજ્યોના વડાઓ અને વિદેશી મહાનુભાવોના અધિકારીઓ દ્વારા મળેલી કિંમતી ભેટો અહીં રાખવામાં આવે છે. તોશાખાનાના નિયમો મુજબ, જે વ્યક્તિઓને આ નિયમો લાગુ પડે છે તેઓને ભેટ અને અન્ય આવી સામગ્રીની પ્રાપ્તિની જાણ કેબિનેટ વિભાગને કરવી જોઈએ.
Next Article