Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને જીત બાદ પણ આ વાતનો છે ડર, જાણો

હિમાચલ પ્રદેશમાં (Himachalpradesh) અત્યાર સુધીના વલણોમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે અને તે માટે દરેક ધારાસભ્યોને જીત બાદ તરત જ કોંગ્રેસની ઓફિસે પહોંચવાનો આદેશ કરાયો છે ત્યાંથી તેમને ચંદીગઢ લઈ જવાની તૈયારી છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ (Congress) ચૂંટણી જીતનાર  પોતાના તમામ ધારાસભ્યોને પ્રદેશમાંથી બહાર અન્ય રાજ્યમાં લઈ જઈ શકે છે જેથી તેમને ભાજપના નેતાઓના સંપર્કમાં આવી શકે નહી.રિસોર્ટ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને જીત બાદ પણ આ વાતનો છે ડર  જાણો
હિમાચલ પ્રદેશમાં (Himachalpradesh) અત્યાર સુધીના વલણોમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે અને તે માટે દરેક ધારાસભ્યોને જીત બાદ તરત જ કોંગ્રેસની ઓફિસે પહોંચવાનો આદેશ કરાયો છે ત્યાંથી તેમને ચંદીગઢ લઈ જવાની તૈયારી છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ (Congress) ચૂંટણી જીતનાર  પોતાના તમામ ધારાસભ્યોને પ્રદેશમાંથી બહાર અન્ય રાજ્યમાં લઈ જઈ શકે છે જેથી તેમને ભાજપના નેતાઓના સંપર્કમાં આવી શકે નહી.
રિસોર્ટ બુક કરાયો
આ ધારાસભ્યોને છત્તીસગઢ કે રાજસ્થાન મોકલવામાં આવી શકે છે. એવી પણ વિગતો સામે આવી છે કે, રાયપુરના મેફેયર રિસોર્ટને પણ બુક કરાવી લેવાયો છે. જોકે હજુ સુધી આને લઈને કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી. પાર્ટીના સુત્રોનું માનીએ તો હાઈકમાન્ડે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને હિમાચલના ઓબ્ઝર્વર બનાવાયા છે. હિમાચલ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા સાથે બંને નેતા શિમલા જશે.
રણનૈતિક ચર્ચા થશે
છત્તીસગઢના (Chhatisgadh) મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ચંડીગઢના હોટલ રેડિસનમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે હિમાચલની સ્થિતિને લઈને રણનૈતિક ચર્ચા થશે. જરૂર પડ્યે તેઓ શિમલા માટે પણ રવાના થશે. ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય દળને સાથે રાખવા પાર્ટી માટે મોટો પડકાર છે. રાજીવ શુક્લા અને બીજા મુખ્ય નેતા દિલ્હીમાં પહેલેથી જ મોર્ચો સંભાળી લીધો છે.
કોંગ્રેસના હિમાચલ પ્રભારી રાજીવ શુક્લાએ (Rajiv Shukla) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભૂપેશ બઘેલ, ભુપેન્દ્ર હુડ્ડા અને તેઓ ચંદીગઢ જઈને જોશે કે હિમચલના ધારાસભ્યોને શિમલા બોલાવવા છે કે ચંદીગઢ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.