Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગનું આપ્યું આમંત્રણ

ભારતીય ટીમ હવે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં બીજી વખત ચેમ્પિયન બનવા અને તેની 15 વર્ષની રાહનો અંત લાવવાથી માત્ર બે જીત દૂર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સુપર 12 તબક્કાની પાંચમાંથી ચાર મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચી અને હવે નોકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાવા માટે તૈયાર છે. T20માં બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા સમાન રહી છે અને આ જ કારણ છે કે કોઈ પણ કોઈને હળવાશથી લેવાની ભૂલ કરવા નથી માંગતુàª
ઈંગ્લેન્ડે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગનું આપ્યું આમંત્રણ
ભારતીય ટીમ હવે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં બીજી વખત ચેમ્પિયન બનવા અને તેની 15 વર્ષની રાહનો અંત લાવવાથી માત્ર બે જીત દૂર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સુપર 12 તબક્કાની પાંચમાંથી ચાર મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચી અને હવે નોકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાવા માટે તૈયાર છે. T20માં બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા સમાન રહી છે અને આ જ કારણ છે કે કોઈ પણ કોઈને હળવાશથી લેવાની ભૂલ કરવા નથી માંગતું.
ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે.

Advertisement


આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈંગ્લેન્ડ ટીમના ડેવિડ મલાન અને માર્ક વૂડ ઈજાના કારણે બહાર થઈ ગયા છે, જ્યારે તેમના સ્થાને ક્રિસ જોર્ડન અને ફિલ સોલ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત (પ્લેઇંગ ઇલેવન): 
કેએલ રાહુલ, રોહિત શર્મા (c), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (wk), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન): 
જોસ બટલર (w/c), એલેક્સ હેલ્સ, ફિલિપ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ

Update...
Tags :
Advertisement

.