Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, ધો.12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રીલ 2022માં લેવાયેલી લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરિક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર કરાયુ હતું. ધોરણ 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ જાહેર કરાયુ હતું. ગુરુવારે પરિણામ જાહેર કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. ધોરણ 12 સાયન્સમાં રાજયભરમાંથી કુલ 95,361 વિદ્યાà
05:18 AM May 12, 2022 IST | Vipul Pandya
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રીલ 2022માં લેવાયેલી લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરિક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર કરાયુ હતું. ધોરણ 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ જાહેર કરાયુ હતું. ગુરુવારે પરિણામ જાહેર કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. 
ધોરણ 12 સાયન્સમાં રાજયભરમાંથી કુલ 95,361 વિદ્યાર્થીઓએ  પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 85.78 ટકા પરિણામ જાહેર થયુ હતું. પરિણામમાં 196 વિદ્યાર્થીઓએ A1મેળવ્યો હતો. A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ આવ્યા હતા. ઉપરાંત A ગ્રેડનું 78.40 ટકા અને B ગ્રેડનું 68.58 ટકા અને AB ગ્રેડનું 78.38 ટકા પરિણામ જાહેર થયુ હતું. 
આજે જાહેર થયેલા પરિણામમાં A ગ્રુપનું પરિણામ 78.40 ટકા જાહેર કરાયુ હતું જયારે B ગ્રુપનું પરિણામ  68.58 ટકા અને AB ગ્રુપનું પરિણામ 78.38 % જાહેર થયું હતું. 
પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને 10 વાગ્યાથી જ બોર્ડની વેબસાઇટ પર ભારે ધસારો રહ્યો હતો. ધોરણ 12 સાયંસ સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયુ હતું. 
Tags :
boardresultsGSHEBGujaratFirstગુજકેટધોરણ12સાયન્સપરિણામ
Next Article