Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાંથી એક માછીમારનું ઇમરજન્સી મેડિકલ રેસ્ક્યુ કરાયું

ભારતીય કોસ્ટ ગાર્ડ આપણા દરિયાની સુરક્ષા સિવાય માછીમારોની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. આ વાતને તેમણે અવારનવાર સાબિત પણ કરી છે. અનેક વખત ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયામાં માછીમારોની મદદે પહોંચે છે. તોફાન હોય, ટેકનીકલ ખામી હોય, મેડિકલ ઇમરજન્સી હોય કે પછી અન્ય કોઇ બાબત, કોસ્ટ ગાર્ડ તરત મદ કરે છે. ત્યારે શનિવારે આ પ્રકારની જ એક ઘટના બની છે.પોરબંદર નજીક ભારતીય જળ સીમા વિસ્તારમાં માછીમારી કર
04:59 PM Apr 02, 2022 IST | Vipul Pandya
ભારતીય કોસ્ટ ગાર્ડ આપણા દરિયાની સુરક્ષા સિવાય માછીમારોની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. આ વાતને તેમણે અવારનવાર સાબિત પણ કરી છે. અનેક વખત ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયામાં માછીમારોની મદદે પહોંચે છે. તોફાન હોય, ટેકનીકલ ખામી હોય, મેડિકલ ઇમરજન્સી હોય કે પછી અન્ય કોઇ બાબત, કોસ્ટ ગાર્ડ તરત મદ કરે છે. ત્યારે શનિવારે આ પ્રકારની જ એક ઘટના બની છે.
પોરબંદર નજીક ભારતીય જળ સીમા વિસ્તારમાં માછીમારી કરતી એક બોટ તરફથી કોસ્ટગાર્ડને એક ઇમરજન્સી કોલ મળ્યો. પવન રાજ નામની આ બોટ તરફથી ભારતીય કોસ્ટ ગાર્ડને તબીબી સુવિધા માટે સ્થળાંતરનો ઇમરજન્સી સંદેશ મળ્યો. દરિયામાં ગયેલો એક 38 વર્ષનો માછીમાર  પેરાલિટીક/કાર્ડિયાક એટેકને કારણે બેભાન થઈ ગયો હતો. જેને તાત્કાલિક સારવારની જરુર હતી.
ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) ઇન્ટરસેપ્ટર બોટ C 413એ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો. કોસ્ટ ગાર્ડના જવાનો તરત જ તબીબી ટીમ સાથે દરિયામાં પહોંચ્યા અને બિમાર માછીમારનું રેસ્ક્યુ કર્યુ. રસ્તામાં દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી. ત્યારબાદ વધુ તબીબી સહાય માટે તેને દ્વારકા સરકારી મેડિકલ કોલેજમાં સ્થળાંતરિત કરાયો હતો. હાલ આ માછીમારની તબિયત સ્થિર હોવાના અહેવાલ છે.
Tags :
EmergencymedicalrescuefishermanGujaratFirstIndianCoastGuardRescue
Next Article