Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્પાઇસ જેટના વિમાનનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિગ

દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેનને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું છે. જો કે પ્રાપ્ત માહિતી મુજબ પ્લેનમાં એવી કોઈ ખામી નહોતી કે જેનાથી મુસાફરોને ખબર પડી જાય પરંતુ આ ખામીને નજરઅંદાજ ન કરી શકાય તેમ ન હતું, આના કારણે નુકસાનનો અવકાશ હતો, જેને ધ્યાનમાં રાખીને વિમાનનું ઈમરજનà«
સ્પાઇસ જેટના વિમાનનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિગ
દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેનને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું છે. 
જો કે પ્રાપ્ત માહિતી મુજબ પ્લેનમાં એવી કોઈ ખામી નહોતી કે જેનાથી મુસાફરોને ખબર પડી જાય પરંતુ આ ખામીને નજરઅંદાજ ન કરી શકાય તેમ ન હતું, આના કારણે નુકસાનનો અવકાશ હતો, જેને ધ્યાનમાં રાખીને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
ડીજીસીએ તરફથી મળેલી માહિતી મુજબ પ્લેનમાં 150 મુસાફરો સવાર હતા. ક્રૂએ ડાબી ટાંકીમાંથી બળતણની માત્રામાં અસામાન્ય ઘટાડો જોયો. એટીસીની મદદથી એરક્રાફ્ટને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ પછીના નિરીક્ષણ દરમિયાન, ડાબી ટાંકીમાંથી કોઈ લીક જોવા મળ્યું ન હતું.
Advertisement

બીજી તરફ સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી જાહેર કરવામાં આવી નથી અને વિમાને સામાન્ય લેન્ડિંગ કર્યું હતું. અગાઉ એરક્રાફ્ટમાં કોઈ ખામી હોવાના કોઈ અહેવાલ નથી. મુસાફરોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ સમયે, એક વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે જે મુસાફરોને દુબઈ લઈ જશે.
Tags :
Advertisement

.