દક્ષિણ અમેરિકી દેશ અલ સાલ્વાડોરમાં કટોકટી લાગુ, ગેંગ વોરના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ
દક્ષિણ અમેરિકાન દેશ અલ સાલ્વાડોરે દેશમાં વધી રહેલા ગેંગ વોરના કારણે કટોકટી જાહેર કરી છે. અલ સાલ્વાડોર દક્ષિણ અમેરિકામાં પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો એક દેશ છે. જેની સરહદો ગ્વાટેમાલા અને હોન્ડુરાસ સાથે તેની સરહદો વહેંચે મળે છે. ત્યારે ગેંગ વોરના કારણે નિર્મામ થયેલી ભયાનક સ્થિતિને ધ્યાને રાખીને ત્યાં ઇમરજનસી લાગુ કરવામાં આવી છે. જેથી હે ત્યાં લોકોના નાગરિક અધિકારોને સસ્પે
Advertisement
દક્ષિણ અમેરિકાન દેશ અલ સાલ્વાડોરે દેશમાં વધી રહેલા ગેંગ વોરના કારણે કટોકટી જાહેર કરી છે. અલ સાલ્વાડોર દક્ષિણ અમેરિકામાં પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો એક દેશ છે. જેની સરહદો ગ્વાટેમાલા અને હોન્ડુરાસ સાથે તેની સરહદો વહેંચે મળે છે. ત્યારે ગેંગ વોરના કારણે નિર્મામ થયેલી ભયાનક સ્થિતિને ધ્યાને રાખીને ત્યાં ઇમરજનસી લાગુ કરવામાં આવી છે. જેથી હે ત્યાં લોકોના નાગરિક અધિકારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને દેશભરમાં સેના ખડકી દેવામાં આવી છે.
સંસદે ઈમરજન્સીને મંજૂરી આપી
વિશ્વમાં વસ્તીના પ્રમાણમાં અલ સાલ્વાડોરમાં સૌથી વધુ હત્યાઓ થાય છે. માત્ર શનિવારે અલ સાલ્વાડોરમાં 62 લોકો માર્યા ગયા હતા. જેથી અલ સાલ્વાડોરની સંસદને કટોકટી લાગુ કરવાની ફરજ પડી છે. અલ સાલ્વાડોર કોંગ્રેસના પ્રમુખ અર્નેસ્ટો કાસ્ટ્રોએ રવિવારે વહેલી સવારે અસાધારણ સત્ર પછી કહ્યું કે અમે કટોકટીની સ્થિતિને મંજૂરી આપી રહ્યા છીએ. જે સરકારને સાલ્વાડોરના લોકોના જીવનની સુરક્ષા અને ગુનાખોરી સામે લડવાની મંજૂરી આપશે.
અલ સાલ્વાડોરમાં વિશ્વમાં સૌથી વધુ હત્યાઓ થાય છે
અલ સાલ્વાડોરમાં 2021 દરમિયાન 1,140 હત્યાઓ નોંધાઈ હતી. જેનો અર્થ થાય છે કે પ્રતિ એક લાખ લોકોએ સરેરાશ 18 હત્યા. અલ સાલ્વાડોર 1992 સુધી ગૃહયુદ્ધની ભયાનકતાથી ઝઝૂમી રહ્યું હતું. તો હવે વધતી હત્યાઓના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાય છે.
લગભગ 65 લાખની વસતી ધરાવતા અલ સાલ્વાડોરમાં વિશ્વમાં સૌથી વધુ હત્યાઓ થાય છે. 2015ના વર્ષમાં અલ સાલ્વાડોરમાં 1,00,000 લોકો દીઠ 103 હત્યાઓ થઈ હતી. વસતીના સંદર્ભમાં આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે.
કટોકટીના કારણે દેશભરમાં લોકોના એકઠા થવા પર અને સભાઓ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈમરજન્સીમાં કોઈપણ નાગરિકને કોર્ટમાં રજૂ કર્યા વિના 72 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. આ સિવાય ધરપકડના કારણોમાં અને અટકાયત બાદ વકીલ સુધી પહોંચવાના અધિકારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું- ગેંગના તમામ લીડરોને જેલમાં ધકેલી દો
રાષ્ટ્રપતિ નાયબ બુકેલે ઈમરજન્સીને મંજૂરી આપ્યા બાદ સંસદના આ પગલાની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જો જરૂરી હોય તો જ સંબંધિત વિભાગો દ્વારા કટોકટી હેઠળ નિયંત્રણો લાદવામાં આવશે. મોટાભાગના લોકો માટે સામાન્ય જીવન સામાન્ય રહેશે. ભગવાનના આશીર્વાદ તમારા બધા પર રહે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ દેશના તમામ જેલરોને આદેશ આપી રહ્યા છે કે તેઓ ગેંગના કેદીઓને ચોવીસ કલાક બંધ રાખે.