Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યની શાંતિ અને સૌહાર્દને ભંગ કરનારા તત્વોને સાંખી નહીં લેવાય: CM ભુપેન્દ્ર પટેલ

રામનવમીના દિવસે રાજ્યમાં જે ઘર્ષણ અને હિંસાની ઘટના થઇ છે, તેના કારણે રાજ્યનું પોલીસ તંત્ર તથા ગૃહ વિભાગ દોડતો થયો છે. રાનનવમીના દિવસે હિંમતનગર અને ખંભામાં થયેલી હિંસાના કારણે સામાજિક સૌહાર્દનો માહોલ ખરાબ થયો છે. આવી સ્થિતિમાં આ ઘટનાની તપાસ અને બંને જગ્યા પર ફરી વખત સ્થિતિ સામાન્ય કરવાાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ જ કડીમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય પોલીસ વડા આશિષ ભà
05:57 PM Apr 12, 2022 IST | Vipul Pandya
રામનવમીના દિવસે રાજ્યમાં જે ઘર્ષણ અને હિંસાની ઘટના થઇ છે, તેના કારણે રાજ્યનું પોલીસ તંત્ર તથા ગૃહ વિભાગ દોડતો થયો છે. રાનનવમીના દિવસે હિંમતનગર અને ખંભામાં થયેલી હિંસાના કારણે સામાજિક સૌહાર્દનો માહોલ ખરાબ થયો છે. આવી સ્થિતિમાં આ ઘટનાની તપાસ અને બંને જગ્યા પર ફરી વખત સ્થિતિ સામાન્ય કરવાાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ જ કડીમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા પણ આજે હિંમતનગર ગયા હતા.
તો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હિંમતનગર તથા ખંભાતમાં થયેલી આ હિંસાની ઘટનાઓ અંગે મંગલવારે રાત્રે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં રામનવમીના દિવસે આ બંને શહેરોમાં થયેલી હિંસા અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટના વિશે તથા તેની તપાસ વિશે સવિસ્તર માહિતી મેળવી અને ચર્ચા કરી છે. સાથે જ જરુરી નિર્દેશો પણ આપ્યા છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીને બંને શહેરોની વર્તમાન સ્થિતિ વિશે વાકેફ કર્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં શાંતિ સલામતિ અને સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમા રૂકાવટ કરનારા તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે. 
11 આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
તો આ તરફ હિંમતનગરમાં પોલીસ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા 11 આરોપીઓને ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમના પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે કોર્ટ દ્વારા તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગે હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. બે ગુનામાં 20 સહિત 200 ના ટોળા સામે ગુનો નોંધાયો છે. જેમાંથી કેટલાક લોકોન અટકાયત કરાઇ છે.
Tags :
CMBhupendraPatelGujaratFirstHimmatnagarkhambhatViolenceખંભાતહિંમતનગરહિંસા
Next Article