Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં 3 મહિનામાં ચૂંટણી શકય નથી, જાણો ઇમરાનનો દાવ કેમ ઉંધો પડયો

પાકિસ્તાનમાં સંસદ ભંગ થયા બાદ હવે નવેસરથી ચૂંટણી કરાવામાં આવશે. ઇમરાનના નજીકના નેતા 90 દિવસમાં ચૂંટણી કરાવાય તેમ જણાવી રહ્યા છે પણ ચૂંટણી પંચે આટલા ઓછા સમયમાં ચૂંટણી યોજવા અસમર્થતા વ્યકત કરી છે. દોઢ વર્ષ વહેલી ચૂંટણી આવી પાકિસ્તાનમાં રાજકારણ વધુને વધુ ગરમાઇ રહ્યું છે. ઇમરાન ખાનની ભલામણ પર રાષ્ટ્રપતિ આરિફ અલવીએ નેશનલ એસેમ્બલી ભંગ કરી દીધી છે અને ત્યાં 90 દિવસમાં ચૂંટણી યોજાય તેવ
પાકિસ્તાનમાં 3 મહિનામાં ચૂંટણી શકય નથી  જાણો ઇમરાનનો દાવ કેમ ઉંધો પડયો
પાકિસ્તાનમાં સંસદ ભંગ થયા બાદ હવે નવેસરથી ચૂંટણી કરાવામાં આવશે. ઇમરાનના નજીકના નેતા 90 દિવસમાં ચૂંટણી કરાવાય તેમ જણાવી રહ્યા છે પણ ચૂંટણી પંચે આટલા ઓછા સમયમાં ચૂંટણી યોજવા અસમર્થતા વ્યકત કરી છે. 
દોઢ વર્ષ વહેલી ચૂંટણી આવી 
પાકિસ્તાનમાં રાજકારણ વધુને વધુ ગરમાઇ રહ્યું છે. ઇમરાન ખાનની ભલામણ પર રાષ્ટ્રપતિ આરિફ અલવીએ નેશનલ એસેમ્બલી ભંગ કરી દીધી છે અને ત્યાં 90 દિવસમાં ચૂંટણી યોજાય તેવી માંગ કરાઇ રહી છે. પાકિસ્તાનમાં જો બધુ સમુસુતરું પાર પડયું હોત તો ઓગષ્ટ 20203માં ત્યાં સામાન્ય ચૂંટણી યોજી શકાય તેમ હતી પણ રાજકિય સંકટના કારણે દોઢ વર્ષ પહેલાં જ સંસદને  ભંગ કરી દેવામાં આવી છે. ઇમરાનખાને વિપક્ષ પર તંજ કસતા કહ્યું હતું કે તેમણે અમને ચૂંટણી લડવા કહ્યું હતું અને પોતે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. 
વહેલી ચૂંટણી યોજવામાં ઘણી તકલીફો 
જો કે ઇમરાનના ફરીથી ચૂંટણી કરવાના ઇરાદા પર પાણી ફરી વળ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં ચૂંટણી યોજવી મુશ્કેલ છે. તેમાં સંવૈધાનિક તકલીફો તો છે જ પણ તે સિવાય પણ ઘણી સમસ્યાઓ છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના સિનીયર અધિકારીઓ કહી રહ્યા છે કે ચૂંટણીમાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગી શકે છે. ચૂંટણી પંચ કહે છે કે 90 દિવસમાં ચૂંટણી કરાવવામાં ઘણી તકલીફો છે. નવેસરથી વિસ્તારોનું સીમાંકન કરવાનું છે અને ઇલેક્ટોરલ તૈયાર કરવાના બાકી છે. સીમાંકન લાંબી પ્રક્રીયા હોય છે અને ઓછામાં ઓછા તેમાં ત્રણ મહિના લાગી શકે છે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા માટે જરુરી સાધનોની ખરીદી અને બેલેટ પેપરની વ્યવસ્થા તથા કર્મચારીઓની નિમણુક ઉપરાંત તાલીમ પણ જરુરી છે. 
કાયદાકીય અડચણોનો પણ સામનો કરવો પડશે 
આ ઉપરાંત કેટલીક કાયદાકીય અડચણો પણ છે. જેમાં ચૂંટણીના એકટ મુજબ ચૂંટણી પંચે 4 મહિના પહેલાં ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવે. આ ઉપરાંત કેટલાક પ્રદેશોમાં ચૂંટણી પંચના સભ્યોની પણ નિમણુક કરાઇ નથી, જે વડાપ્રધાનના અધ્યક્ષપદ વાળી સમિતી કરે છે અને કેરટેકર વડાપ્રધાનની ભુમિકા વિશે કોઇ સ્પષ્ટતા નથી. 
જો ત્રણ મહિનામાં ચૂંટણી યોજાય તો ચૂંટણીની તારીખની એક મહિના પહેલાં ઇલેક્ટોરલ રોલને ફ્રીજ કરવું પડે છે અને તેમાં તમામ મતદારો આ લીસ્ટમાં સામેલ નહી થઇ શકે. 2018ની ચૂંટણી પછી પાકિસ્તાનમાં 1.5 કરોડ નવા મતદારો ઉમેરાયા છે અને 10 હજાર પોલીંગ સ્ટેશન પણ વધારવા જરુરી છે. 
Advertisement
Tags :
Advertisement

.