Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી, કહ્યું - માત્ર એક શરતે જ પરત ફરીશ, જો...

મહારાષ્ટ્ર સરકારમાં દિગ્ગજ નેતા અને એક સમયે ઉદ્ધવ ઠાકરેની ખૂબ નજીક રહેતા એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવીને સુરતની એક હોટલમાં ધામા નાખ્યા છે. શિવસેના વતી મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક સુરતમાં શિંદેને મળ્યા હતા, પરંતુ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ભાજપના સમર્થન વિના પાર્ટીમાં પાછા ફરશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર નાર્વેકરે શિંદે અને સીએમ
03:34 PM Jun 21, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્ર સરકારમાં દિગ્ગજ નેતા અને એક સમયે ઉદ્ધવ ઠાકરેની ખૂબ નજીક રહેતા એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવીને સુરતની એક હોટલમાં ધામા નાખ્યા છે. શિવસેના વતી મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક સુરતમાં શિંદેને મળ્યા હતા, પરંતુ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ભાજપના સમર્થન વિના પાર્ટીમાં પાછા ફરશે નહીં. 
સૂત્રોના જણાવ્યા અનુસાર નાર્વેકરે શિંદે અને સીએમ ઉદ્ધવને ફોન પર વાત કરાવી છે. જેમાં શિંદેએ શરત મૂકી કે જો તેઓ ભાજપ સાથે ગઠબંધન કરશે તો જ તેઓ તેમની સાથે આવશે. લગભગ 15 થી 20 મિનિટ સુધી બંને વચ્ચે વાતચીત ચાલી હતી. જો કે ત્યારબાદ પણ કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. શિંદેએ એવો પણ દાવો કર્યો હતો કે સુરતમાં તેમની સાથે શિવસેનાના 32 ધારાસભ્યો છે. જ્યારે તેમની પાસે શિવસેનાના 35 ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.
ઉદ્ધવનો સદેશ લઇને બે ધારાસભ્યોની શિંદે સાથે મુલાકાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારનો દિવસ તોફાની રહ્યો હતો. શિવસેનાના દિગ્ગજ નેતા અને પક્ષના ધારાસભ્ય એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સવાલ ઉઠાવીને બળવો કર્યો અને તેમના સમર્થક ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં આવ્યા છે.  પાર્ટીના ડેમેજ કંટ્રોલ લીડર મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક સીએમ ઉદ્ધવના કહેવા પર તેમને મનાવવા સુરત પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાર્વેકરે શિંદેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં શિંદેની ફોન પર વાતચીત પણ સીએમ ઉદ્ધવ પર થઈ હતી. 
શિવસેના ભાજપ સાથે ગઠબંધન કરે
સુત્રો જણાવે છે કે શિંદેએ સીએમ ઉદ્ધવને ફોન પર વાતચીતમાં કહ્યું હતું કે તેઓ માત્ર એક શરતે પરત ફરશે, જો પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરે. આવું થાય તો તેઓ શિવસેનામાં પરત ફરશે. શિંદેએ કહ્યું કે પાર્ટીના ઘણા ધારાસભ્યો NCP અને કોંગ્રેસ સાથે કામ કરવા તૈયાર નથી. જો કે બીજી તરફ સીએમ ઉદ્ધવે શિંદેને મુંબઈ આવીને વાત કરવા કહ્યું હતું.
CM ઉદ્ધવની સંજય રાઉત સાથે મુલાકાત
શિંદેના બળવા પછી સંજય રાઉત અને ડેપ્યુટી સીએમ અને એનસીપી નેતા અજિત પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ દરમિયાન રાજ્યમાં રાજકીય સંકટ અને શિવસેનાના ધારાસભ્યોની વાપસી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેને બળવો કરવા બદલ શિવસેનાએ ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે પાર્ટીના કાયદા તોડનારાઓને બક્ષવામાં આવશે નહીં. 
Tags :
EknathShindeGujaratFirstMaharashtramaharashtrapoliticalcrisisMaharashtraPoliticsSanjayRautSharadPawarShivSenaShivsenaCrisisUddhavThackeray
Next Article