એકનાથ શિંદેએ શિવસેના સામે રાખી ત્રણ શરતો, સુરતની લા મેરેડિયન હોટેલમાં વધુ રુમ બૂક થયા
મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય સંકટ સર્જાયુ છે. ઉદ્ધવ સરકારના દિગ્ગજ મંત્રી અને શિવસેના નેતા એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સૂરત આવી પહોંચ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર સંકટમાં આવી ગઇ છે. એક તરફ જ્યાં શિવસેના દ્વારા ભાજપ પર સરકાર તોડવાના ષડયંત્રનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ શિવસેના પોતાના બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટેના પ્રયાસો કરà
મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય સંકટ સર્જાયુ છે. ઉદ્ધવ સરકારના દિગ્ગજ મંત્રી અને શિવસેના નેતા એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સૂરત આવી પહોંચ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર સંકટમાં આવી ગઇ છે. એક તરફ જ્યાં શિવસેના દ્વારા ભાજપ પર સરકાર તોડવાના ષડયંત્રનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ શિવસેના પોતાના બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટેના પ્રયાસો કરી રહી છે.
શિવસેના સામે બળવો કરનારા જૂથના નેતા એકનાથ શિંદેને મળવા માટે પાર્ટીના નેતાઓ સુરત પહોંચ્યા છે. શિવસેનાના મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક સુરતની લા મેરીડિયન હોટલ ખાતે પહોંચ્યા. શિંદેની પરવાનગી મળ્યા બાદ બંનેને હોટલની અંદર જવા દેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સામે ત્રણ શરતો મૂકી છે. જેમાંથી પહેલી શરત છે મહાવિકાસ અઘાડીમાંથી બહાર નીકળો. બીજી શરત કે ધારાસભ્ય દળના નેતા તરીકે એકનાથ શિંદેને યથાવત રાખવામાં આવે. અને છેલ્લી કે હિન્દુત્વ મુદ્દે ભાજપ સાથે ગઠબંધન કરવામાં આવે.
હવે જોવું રહ્યું કે તેમની આ શરતો કેટલી માન્ય રાખવામાં આવે છે. બીજી તરફ એલવા સમાચાર પણ આવ્યા છે કે મહારાષ્ટ્રમાં ત્રણ અન્ય બળવાખોર ધારાસભ્યો, કે જેઓ મુંબઈની એક ફાઈવ-સ્ટાર હોટલમાં રોકાયા હતા. તેમને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે. આ ધારાસભ્યો એકનાથ શિંદેના નજીકના માનવામાં આવે છે, જેઓ સુરતમાં 22 બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ તમામ વાતો વચ્ચે એક એવી વાત પણ સામે આવી છે કે શિવસેનાના વધુ એક મહિલા ધારાસભ્ય પણ સુરતની તે હોટેલ ખાતે પહોંચ્યા છે. આ સિવાય સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે સુરતની લા મેરેડિયન હોટેલમાં વધુ રુમ બૂક થયા છે. અત્યારે લગભગ 50 રુમ બૂક કરવામાં આવ્યા છે.
Advertisement