Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉત પર એકનાથ શિંદેનો કટાક્ષ, રોજ સવારે વાગતું ભોંપુ બંધ થઇ ગયું

એકનાથ શિંદેએ સંજય રાઉતની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. સોમવારે સવારે  મહારાષ્ટ્રના સીએમએ કહ્યું કે રોજ સવારે વાગતું ભોંપુ બંધ થઇ ગયું. તેમણે કહ્યું કે રોજ સવારે 8 વાગે જે ભોંપુ વાગતું હતું તે બંધ થઈ ગયું. રવિવારે પણ એકનાથ શિંદેએ સંજય રાઉત વિશે કહ્યું હતું કે જો તેમણે કંઈ ખોટું નથી કર્યું તો તેમણે ડરવાની જરૂર નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જેવું કરશો તેવું ભરશો. દરમિયાન, ગૃહ રાજ્ય મંàª
સંજય રાઉત પર એકનાથ શિંદેનો કટાક્ષ  રોજ સવારે વાગતું ભોંપુ બંધ થઇ ગયું
એકનાથ શિંદેએ સંજય રાઉતની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. સોમવારે સવારે  મહારાષ્ટ્રના સીએમએ કહ્યું કે રોજ સવારે વાગતું ભોંપુ બંધ થઇ ગયું. 
તેમણે કહ્યું કે રોજ સવારે 8 વાગે જે ભોંપુ વાગતું હતું તે બંધ થઈ ગયું. રવિવારે પણ એકનાથ શિંદેએ સંજય રાઉત વિશે કહ્યું હતું કે જો તેમણે કંઈ ખોટું નથી કર્યું તો તેમણે ડરવાની જરૂર નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જેવું કરશો તેવું ભરશો. 
દરમિયાન, ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનું કહેવું છે કે સંજય રાઉત વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી 
તેમની પહેલા પણ ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. અજય મિશ્રા ટેનીએ કહ્યું, 'સંજય રાઉતને ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલો આજનો નથી, ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને કેટલાક પુરાવા મળ્યા પછી જ EDએ તેમની ધરપકડ કરી હતી. એજન્સીઓ પુરાવા વગર આવી કાર્યવાહી કરતી નથી. 
દરમિયાન સંજય રાઉતની ધરપકડના મુદ્દે સંસદમાં હંગામો થયો છે. રાજ્યસભાથી લઈને લોકસભા સુધી આજે સવારથી જ ભારે હોબાળો થયો હતો. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, ત્યારબાદ શિવસેનાના સાંસદો ગૃહની બહાર આવ્યા અને હંગામો મચાવ્યો હતો.
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે ED ભાજપની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. 2014થી તેનો ઉપયોગ વિપક્ષના અવાજને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ ઇડી નહીં પરંતુ ભાજપની એજન્સી છે, જે આ રીતે નિશાન બનાવી રહી છે.
 કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને NCPએ પણ સંજય રાઉતને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં EDની કાર્યવાહી સામે મહાવિકાસ અઘાડીમાં એકતા જોવા મળી રહી છે. શિવસેના સાથે સરકાર ચલાવનાર કોંગ્રેસ અને એનસીપીએ સંજય રાઉતની ધરપકડનો ખુલ્લો વિરોધ કર્યો છે.
Advertisement
Tags :
Advertisement

.