Dahod માં આચાર્ય દ્વારા દિકરીની હત્યા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન
સમગ્ર ઘટનાને લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે,હેવાનીયત કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થશે સાથે સાથે ગુરુની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે જેથી તેને છોડવામાં નહી આવે.મૃતદેહને લઈ તપાસ હજી પણ ચાલુ છે અને તેને ન્યાય મળે તેવા પ્રયત્નો ચૌક્કસ કરવામાં આવશે,જિલ્લા પોલીસવડાને આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે અને આચાર્યને વહેલી તકે સજા મળશે એ પણ નક્કી છે.