ગુજરાત ફર્સ્ટ ના અહેવાલનો પડઘો, સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રનુ વીજ કનેક્શન પુનઃ શરૂ કરવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં ગુજરાતનો સૌથી પછાત તાલુકો દાંતા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવે છે. દાંતા તાલુકામાં લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવા માટે જુદા જુદા ગામોમાં 10 જેટલા પીએચસી સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી નવાઇની વાત એ છે કે આવા પીએચસી સેન્ટરોમાં માત્રને માત્ર 19 ડોક્ટરોના બદલે માત્ર 6 ડોક્ટરો જ હાજર રહે છે જેથી દાંતા તાલુકામા આરોગ્ય ને લઈને મોટ
01:16 PM Feb 03, 2023 IST
|
Vipul Pandya
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં ગુજરાતનો સૌથી પછાત તાલુકો દાંતા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવે છે. દાંતા તાલુકામાં લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવા માટે જુદા જુદા ગામોમાં 10 જેટલા પીએચસી સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી નવાઇની વાત એ છે કે આવા પીએચસી સેન્ટરોમાં માત્રને માત્ર 19 ડોક્ટરોના બદલે માત્ર 6 ડોક્ટરો જ હાજર રહે છે જેથી દાંતા તાલુકામા આરોગ્ય ને લઈને મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે. દાંતા તાલુકામાં જે ગામોમાં અને જે વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે તેમાં ફાર્માસિસ્ટ અને નર્સ સહિતનો સ્ટાફ હાજર હોય છે પરંતુ ડોક્ટર હાજર ન રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
થોડા દિવસ અગાઉ ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા સિંબલ પાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી જેમાં માર્ચ 2022 થી લાઈટ બિલ ભરવામાં આવ્યું હતું નહીં અને છેલ્લા એક મહિનાથી લાઈટ કપાઈ જવાથી બધા કામો અટકી ગયા હતા.જે સમાચાર ગુજરાત ફર્સ્ટ ડિજિટલ 31 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ કરતા તાત્કાલિક સરકાર દ્વારા લાઈટ બિલ ગુરૂવારના રોજ ભરવામાં આવ્યુ હતુ અને આજે શુક્રવારે પ્રાથમિક સારવાર કેન્દ્ર સિંબલ પાણી ખાતે લાઈટ પુનઃ આવી ગઈ હતી.
ગુજરાત ફર્સ્ટ દ્વારા વાસ્તવિક સ્થિતિનો અહેવાલ બતાવવામાં આવ્યો હતો
અંબાજી થી 13 કિલોમીટર દૂર આવેલા સીંબલપાણી પ્રાથમિક સારવાર નો ચિતાર ગુજરાત ફર્સ્ટ દ્વારા બતાવવામાં આવ્યો હતો. દાંતા તાલુકામાં આવેલા અલગ અલગ 10 પ્રાથમિક સારવાર કેન્દ્ર નું સીધું મોનિટરિંગ તાલુકા મથક દાંતા ખાતે આવેલી તાલુકા આરોગ્ય કચેરીથી થાય છે .જેમાં તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તમામ પ્રાથમિક સારવાર કેન્દ્રની પણ મુલાકાત કરવામાં આવે છે. દાંતા તાલુકામાં આવેલા 10 પીએચસી સેન્ટરમાં 19 એમબીબીએસ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ છેલ્લા 5 - 6 મહિનાથી 19 ડોક્ટરો પૈકી માત્ર 6 ડોક્ટરો જ લોકોની આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે. વધુમાં એક પીએચસી ના ડોક્ટર પણ હાલમાં તાલુકા આરોગ્ય અધિકારી દાંતા નો ચાર્જ વધારાનો સંભાળી રહ્યા છે.
- દાંતા તાલુકામાં 10 પીએચસી સેન્ટરો આવેલા છે :-
દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે આ તાલુકામાં નાના-મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દાંતા તાલુકામાં વિવિધ ગામડાઓમાં 10 જેટલા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યા છે આવા ગામો જેવા કે મોટાસડા, કાંસા, નવાવાસ, ગોરાડ, જીતપુર, મગવાસ, ખંડોર ઉંબરી, હડાદ, સિંબલપાણી અને કુવારસી ગામે આરોગ્ય કર્મચારીઓના સ્ટાફ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે.
- દાંતા તાલુકાના આરોગ્ય અધિકારીએ કહ્યું :-
દાંતા તાલુકાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર નિશાબેન ડાભીએ જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં 10 પીએચસી આવેલી છે જેમાં કુલ 19 ડોક્ટરો ની જગ્યા છે જે પૈકી હાલમાં 6 ડોક્ટર ફરજ બજાવે છે અને 6 ડોક્ટર ની જગ્યા ખાલી છે અને 7 ડોક્ટરો અનઅધિકૃત રીતે ગેરહાજર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું પીએચસી ખાતે ડોક્ટર તરીકેની ફરજ બજાવું છું પરંતુ મને દાંતા તાલુકાના આરોગ્ય અધિકારીનો ચાર્જ આપવામાં આવ્યો છે, એટલે હું સવારે મારા પીએચસી ખાતે કામ પતાવીને ત્યારબાદ આ ઓફિસમાં મારી ફરજ બજાવવા આવુ છું. પીએચસી સેન્ટરોમાં બોન્ડેડ ડોક્ટરો બિન અધિકૃત રીતે જતા રહે છે પરિણામે જગ્યા ખાલી પડી છે અને આ બાબતે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરાઈ છે.
અંબાજી યુજીવીસીએલ ના અધિકારીએ શું કહ્યું :-
અંબાજી યુજીવીસીએલ ના અધિકારી વી આર પ્રજાપતીએ જણાવ્યું હતું કે સીંબલપાણી પ્રાથમિક સારવારની લાઈટ પુનઃ શરુ કરી દેવાઈ છે.
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ કપાઈ,માર્ચ 2022 થી આજ દિન સુધીના 18,203 રૂપિયા બાકી હતા :-
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્ર ગબ્બર પાછળ અંતરિયાળ વિસ્તારમાં આવેલું સારવાર કેન્દ્ર છે. આ સારવાર કેન્દ્ર આસપાસના 22 જેટલા ગામોના લોકોને ઉપયોગી થાય છે. રાત્રિના સમયે કે દિવસ દરમિયાન કંઈ પણ કોઈ દર્દીને બતાવવું હોય તો તે આ સારવાર કેન્દ્રમાં જઈને ત્યાં આગળ પોતાની તકલીફો બતાવીને સારવાર કરાવી શકે છે. પરંતુ નવાઈ ની વાત એ છે કે છેલ્લા એક મહિનાથી સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી હતી અને વીજ કનેક્શન કપાઈ ગયું હતુ અને વીજ કનેક્શન કપાવવાનું મુખ્ય કારણ માર્ચ 2022 થી 31 જાન્યુઆરી સુધીના નાણા જીઈબી કચેરીએ ભરવામાં આવ્યા હતા નહીં .
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રમા સ્ટાફ ફરજ બજાવવા આવે છે પરંતુ લાઈટ બંધ હોવાના કારણે અહીં આવેલી લેબોરેટરીમાં દર્દીઓના રિપોર્ટ થતા હતા નહિ અને દર્દીઓને આ બાજુ વિરમપુરને આ બાજુ અંબાજી તરફ જવું પડતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ફર્સ્ટના અહેવાલથી તાત્કાલિક વીજ બિલ 2/2/2023 ના રોજ ભરવામાં આવ્યું હતું હાલમાં વીજ પુરવઠો પુનઃ શરુ કરાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article