Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મમરા ખાઈ મટાડો આટલી બીમારીઓ, મમરા ખાવાના શોખીનો માટે ફાયદાની વાત..

આપણા બધામાંથી ઘણાં એવા હશે, જેમને મમરાનું નામ સાંભળતા જ મોં માંથી પાણી આવી જાય. કારણ કે પચવામાં ખૂબ જ સરળ હોય છે. અને તેને ગમે તે સમયે ખાઈ પણ શકાય છે. સવારમાં બ્રેકફાસ્ટમાં ખાવા હોય કે પછી સાંજના નાસ્તામાં ખાવા હોય, તે દરેક એટલા જ ટેસ્ટ સાથે ખાતા હોય છે. આ સાથે મમરામાંથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. ભેળ, ચટપટી, મમરાના લાડુ, સેવ-મમરા વગેરે વગેરે.. આપણા દેશના દરેક રાજ્યમાં મમરામાંથી લોàª
09:15 AM Jul 25, 2022 IST | Vipul Pandya
આપણા બધામાંથી ઘણાં એવા હશે, જેમને મમરાનું નામ સાંભળતા જ મોં માંથી પાણી આવી જાય. કારણ કે પચવામાં ખૂબ જ સરળ હોય છે. અને તેને ગમે તે સમયે ખાઈ પણ શકાય છે. સવારમાં બ્રેકફાસ્ટમાં ખાવા હોય કે પછી સાંજના નાસ્તામાં ખાવા હોય, તે દરેક એટલા જ ટેસ્ટ સાથે ખાતા હોય છે. આ સાથે મમરામાંથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. ભેળ, ચટપટી, મમરાના લાડુ, સેવ-મમરા વગેરે વગેરે.. આપણા દેશના દરેક રાજ્યમાં મમરામાંથી લોકો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને તેનું સેવન કરતા હોય છે.
જે લોકો પોતાના શરીર અને વજનને લઈને ખૂબ જ કોન્શિયસ રહેતા હોય, તે પણ મમરા ખાવાની ક્યારેય ના નહીં કહે.. કારણ કે તે પચવામાં હળવા હોવાની સાથે ટેસ્ટફૂલ પણ લાગે છે. તેમજ ડાયેટીશિયન પણ મમરા ખાવાની સલાહ આપતા હોય છે.
આ સાથે નાની-મોટી બીમારીમાં પણ મમરાનું સેવન કરી શકાય છે. કારણ કે તેને ખાવાથી કોઈ પ્રકારનું નુક્સાન નથી થતું, ઉપરથી મમરાના સેવનથી પાચન ક્રિયા પણ મજબૂત બનાવી શકાય છે. તો ચાલો આપણા સૌના એવા ફેવરિટ મમરાના સેવનથી થતા ફાયદા વિશે જાણીએ.. 
મમરા ખાવાના ફાયદા
  • કાર્બોહાઈડ્રેય્સથી ભરપૂર
  • શરીરને ઊર્જા આપે
  • પરવામાં સરળ
  • આંતરડાની પ્રક્રિયા સુધારે
  • કબજિયાત મટાડે
  • બ્લડ પ્રેશર કાબુમાં રાખે
  • સેરેબ્રલ નર્વને એક્ટિવેટ રાખે
  • એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર
  • ઈમ્યુનિટી વધારે
  • ઈન્ફેક્શનનું જોખમ ઘટાડે
  • ભૂખ ઓછી લાગે
  • વજન કંટ્રોલ કરી શકે
  • હળવો અને સૂપાચ્ય નાસ્તો..
Tags :
GujaratFirsthealthHealthCareHealthTipsSncksWeightLoss
Next Article