Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈન્ડોનેશિયામાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો, સુનામીને લઇને જાણો શું છે ચેતવણી

ઈન્ડોનેશિયામાં ફરીથી ભૂકંપનો આંચકોસુલાવેસીમાં 6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોભૂકંપનું કેન્દ્રબિંદુ 145 કિલોમીટર ઊંડાઈએસોમવારે પણ 6.2નો ભૂકંપ આવ્યો હતોઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં બુધવારે 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.1 હતી અને તેનું કેન્દ્ર સમુદ્રમાં 147 કિમીની ઊંડાઈએ ગોરોન્ટાલોથી 65 કિમી દક્ષ
ઈન્ડોનેશિયામાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો  સુનામીને લઇને જાણો શું છે ચેતવણી
  • ઈન્ડોનેશિયામાં ફરીથી ભૂકંપનો આંચકો
  • સુલાવેસીમાં 6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ 145 કિલોમીટર ઊંડાઈએ
  • સોમવારે પણ 6.2નો ભૂકંપ આવ્યો હતો
ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં બુધવારે 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.1 હતી અને તેનું કેન્દ્ર સમુદ્રમાં 147 કિમીની ઊંડાઈએ ગોરોન્ટાલોથી 65 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં હતું. ગોરોન્ટાલો, નોર્થ સુલાવેસી, નોર્થ મલુકુ અને સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતમાં આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર ગોરોન્ટાલોથી 65 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું
ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં બુધવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. જોકે જાન-માલના કોઈ ગંભીર નુકસાનના સમાચાર નથી. ઈન્ડોનેશિયામાં બે દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.1 હતી અને તેનું કેન્દ્ર સમુદ્રમાં 147 કિમીની ઊંડાઈએ ગોરોન્ટાલોથી 65 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં હતું. ગોરોન્ટાલો, નોર્થ સુલાવેસી, નોર્થ મલુકુ અને સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતમાં આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી.
સોમવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
સોમવાર 16 જાન્યુઆરીએ પણ પશ્ચિમ ઇન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્ર સમુદ્રમાં હતું. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપ 6.0 માપવામાં આવ્યો હતો જેની ઉંડાઈ 48 કિલોમીટર હતી અને તેનું કેન્દ્રબિંદુ આચે પ્રાંતના દરિયાકાંઠાના જિલ્લા સિંગકિલથી 48 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું. પ્રશાંત મહાસાગરમાં 'રિંગ ઓફ ફાયર' પર ઈન્ડોનેશિયાની સ્થિતિને કારણે અહીં ભૂકંપનું જોખમ વધારે છે.
ઈન્ડોનેશિયામાં ભૂકંપથી ઘણા લોકોના મોત  
21 નવેમ્બરના રોજ પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં આવેલા 5.6 ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 331 લોકો માર્યા ગયા હતા અને લગભગ 600 ઈજાગ્રસ્ત થયા હતા. અગાઉ, સુલાવેસીમાં 2018ના ભૂકંપ અને સુનામીમાં લગભગ 4,340 લોકો માર્યા ગયા હતા. વળી, 2004 માં, હિંદ મહાસાગરમાં અતિશય શક્તિશાળી ભૂકંપને કારણે આવેલી સુનામીમાં ડઝન દેશોમાં 2,30,000 થી વધુ લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયાના આચે પ્રાંતના હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.