Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિમાચલ પ્રદેશમાં આવ્યો 4.1ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

હિમાચલ પ્રદેશના કુલ્લૂ અને મંડી જિલ્લામાં બુધવારે રાત્રી ભૂકંપના આંચકા અનુભવાયા. જે બાદ લોકો પોતપોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાનની જાણકારી નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર પ્રમાણે ભૂકંપ રાત્રે 9.21 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.1 નોંધાઈ અને કેન્દ્ર બિંદુ મંડીથી 27 કિમી ઉત્તર-પશ્ચિમમાં જમીનની અંદર 5 કિમી ઊંડે હતું.ઉલ્લેખà
06:37 PM Nov 16, 2022 IST | Vipul Pandya
હિમાચલ પ્રદેશના કુલ્લૂ અને મંડી જિલ્લામાં બુધવારે રાત્રી ભૂકંપના આંચકા અનુભવાયા. જે બાદ લોકો પોતપોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાનની જાણકારી નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર પ્રમાણે ભૂકંપ રાત્રે 9.21 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.1 નોંધાઈ અને કેન્દ્ર બિંદુ મંડીથી 27 કિમી ઉત્તર-પશ્ચિમમાં જમીનની અંદર 5 કિમી ઊંડે હતું.
ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે જ અરૂણા ચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકો સવારે લગભગ 9.55 કલાકે આવ્યો હતો. ભૂકંપની તિવ્રતા 3.7ની હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ અરૂણાચલ પ્રદેશના બસરથી 55 કિમી દુર 10 કિમી ઉંડાઈએ હતું. એ પહેલા મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તેમજ 12 નવેમ્બરે દિલ્હી-એનસીઆર અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવવાની લીધે લોકો ઘર અને ઓફીસની બહાર આવી ગયા હતા. દિલ્હી,નોઈડા, ગાઝિયાબાદ, બિજનૌરમાં ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો - લદ્દાખની જામિયા મસ્જીદમાં ભીષણ આગ, મોટા પાયે થયું નુકસાન, આ કારણે લાગી હતી આગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CenterforSeismologyDelhiNCRearthquakeGujaratFirstHimachalPradeshKullu
Next Article