ચૂંટણી દરમિયાન પાંચ રાજ્યોમાંથી 85 લાખ લીટર દારુ અને 575 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરુ થયું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુર પરિણામ આડે હવે ગણતરીના કલાકો બાકી છે. તેવામાં ચૂંટણ દરમિયાન જાણે કે આ રાજ્યોમાં નશાની નદી વહી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી દરમિયાન આ પાંચેય રાજ્યોમાંથી ચૂંટણી પંચ દ્વારા કુલ 85 લાખ લીટર દારુ જપ્ત કરવામાં આવ્યો છે. તેના કરતા પણ વધારે આશ્ચર્યજનક વાત તો એ છે કે આ દારુના 70 ટકા તો એક
06:21 PM Mar 09, 2022 IST
|
Vipul Pandya
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરુ થયું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુર પરિણામ આડે હવે ગણતરીના કલાકો બાકી છે. તેવામાં ચૂંટણ દરમિયાન જાણે કે આ રાજ્યોમાં નશાની નદી વહી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી દરમિયાન આ પાંચેય રાજ્યોમાંથી ચૂંટણી પંચ દ્વારા કુલ 85 લાખ લીટર દારુ જપ્ત કરવામાં આવ્યો છે. તેના કરતા પણ વધારે આશ્ચર્યજનક વાત તો એ છે કે આ દારુના 70 ટકા તો એકલા પંજાબમાંથી પકડવામાં આવ્યો છે.
કુલ રૂ. 1,061.87 કરોડની જપ્તી
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 575.39 કરોડ રુપિયાની કિંમતનું ડ્રગ્સ પણ જપ્ત કરાયું છે. ચૂંટટણી દરમિયાન રોકડ, દારુ, ડ્રગ્સ, મફત ભેટ અને કિંમતી ધાતુઓની હેરફેર પર નજર રાખવા માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પાંચ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન કુલ રૂ. 1,061.87 કરોડની જપ્તી કરવામાં આવી છે. જે 2017ની ચૂંટણી વખતે થયેલી રૂ. 299.84 કરોડની જપ્તી કરતાં સાડા ત્રણ ગણી વધારે છે.
પંજાબમાંથી 36 કરોડનો દારુ જપ્ત
આઠ જાન્યુઆરીએ થયેલી ચૂંટણીની ઘોષણા બાદથી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાંથી કુલ 85,27,227 લીટર દારુ જપ્ત કરવામાં આવ્યો છે. પાંચેય રાજ્યોમાં પંજાબ સૌથી મોખરે છે, જ્યાં 36.79 કરોડ કિંમતની 59,65,496 લીટર દારુ જપ્ત કરાઇ છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 62.13 કરોડ રુપિયાની કિંમતની 22,94,614 લીટર, ઉત્તરાખંડમાં 4.79 કરોડ રુપિયાની 97,176 લીટર, ગોવામાં 3.57 કરોડ રુપિયાની 95,446 લીટર અને મણિપુરમાં 73 લાખ રુપિયાની 74,495 દારુ જપ્ત કરવામાં આવી છે.
તો આ તરફ પાંચેય રાજ્યોમાંથી જપ્ત થયેલા 575.39 કરોડના ડ્રગ્સની વાત કરીએ તો તેમાં પણ પંજાબ મોખરે છે. પંજાબમાંથી 376.19 કરોડ, મણિપુરમાંથી 143.78 કરોડ, ઉત્તર પ્રદેશમાંથી 48.48 કરોડ, ઉત્તરાખંડમાંથી 5.66 કરોડ અને ગોવામાંથી 1.28 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
Next Article