Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત બાદ UPમાં પુલ દુર્ધટના, છઠ પૂજા દરમિયાન બ્રિજ ધરાશાયી, 12થી વધુ લોકો નદીમાં ડૂબ્યા

ગુજરાતમાં (Gujarat) મોરબી(Morbi) બ્રિજ દુર્ઘટના બાદ સોમવારે ઉત્તર પ્રદેશનાં ચંદૌલી જીલ્લામાં દુર્ધટના સર્જાય  હતી . છઠ પૂજા દરમ્યાન કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પર ઉભેલા 12 થી વધુ લોકો નદીમાં પડી ગયા હતા. લોકોને નદીમાં પડતા જોઈને ચારેબાજુ બૂમો પડી ગઈ હતી. જો કે  નદીમાં પાણી ઓછું હોવાથી કોઈ ડૂબ્યું ન હતું તે નસીબદાર હતા. ઉતાવળમાં આસપાસના ગ્રામજનોએ બધાને સલામà
ગુજરાત બાદ upમાં પુલ દુર્ધટના  છઠ પૂજા દરમિયાન બ્રિજ ધરાશાયી  12થી વધુ લોકો નદીમાં ડૂબ્યા
ગુજરાતમાં (Gujarat) મોરબી(Morbi) બ્રિજ દુર્ઘટના બાદ સોમવારે ઉત્તર પ્રદેશનાં ચંદૌલી જીલ્લામાં દુર્ધટના સર્જાય  હતી . છઠ પૂજા દરમ્યાન કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પર ઉભેલા 12 થી વધુ લોકો નદીમાં પડી ગયા હતા. લોકોને નદીમાં પડતા જોઈને ચારેબાજુ બૂમો પડી ગઈ હતી. જો કે  નદીમાં પાણી ઓછું હોવાથી કોઈ ડૂબ્યું ન હતું તે નસીબદાર હતા. ઉતાવળમાં આસપાસના ગ્રામજનોએ બધાને સલામત રીતે બહાર કાઢ્યા. પોલીસને ધટનાની જાણ થતા ત્યાં પહોંચી હતી અને દુર્ધટનાની માહિતી મેળવીને પરત ફરી હતી.
મળી  માહિતી  મુજબ આ દુર્ધટના જીલ્લાના ચકિયા કોતવાલી વિસ્તારના સરૈયા ગામમાં થયો હતો. ચાર દિવસીય છઠ પર્વનો આજે છેલ્લો દિવસ હતો. આ દિવસે ઉપવાસ કરતી મહિલાઓ ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને 36 કલાકના નિર્જળા ઉપવાસ તોડે છે. આ કારણોસર સરૈયા ગામમાંથી વહેતી કરમશા નદી પાસે વહેલી સવારથી જ મહિલાઓ એકત્ર થઈ ગઈ હતી. નદી પાસે મહિલાઓ પૂજા કરી રહી હતી. તેની સાથે આવેલા પરિવારના સભ્યો નદીના પુલ પર ઉભા રહી પૂજા નિહાળી રહ્યા હતા.
Advertisement

ગ્રામજનોએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા

આ દરમિયાન અચાનક નદી પર બનેલો પુલ પડી ગયો હતો. પુલ પર 12 થી વધારે લોકો ઉભા હતા. જે તમામ લોકો નદીમાં પડી ગયા હતા. નદી પરનો પુલ પડતાની સાથે જ ત્યાં લોકો બુમો પાડતા હતા. જે અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પણ સદનસીબે નદીમાં પાણી ઓછું હતું. ગ્રામજનોએ ઝડપથી તમામને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માતને જોતા ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જોકે નદીમાંથી તમામને સુરક્ષિ બહાર કાઢવામાં આવતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

અકસ્માતની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા પોલીસ પરત ફરી હતી. એએસપી નક્સલ સુખરામ ભારતીએ જણાવ્યું કે આ અકસ્માત છઠ પૂજા દરમ્યાન થયો હતો. કેટલાક લોકો પુલ પર ઉભા હતા. ત્યારે અચાનક પુર ધરાશાયી થયો હતો. જોકે કોઈને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોચી નથી.
Tags :
Advertisement

.