Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વલસાડમાં આંબાની વાડીઓમાં આ કારણે લગાવાયા છે CCTV કેમેરા

ઓફિસમાં, દુકાનમાં , મંદિરમાં CCTV કેમેરા હોવા સામાન્ય વાત છે પરંતુ વલસાડમાં આંબાની વાડીઓમાં લગાવવામાં આવ્યા છે CCTV કેમેરા.  નુકસાનીનો માર વેઠેલા ખેડૂતો CCTV કેમેરા લગાવવા થયા છે મજબૂર...  ખેડૂતો માટે તો તેનો પાક જ મહામૂલો હોય છે. તેવામાં વલસાડના વાપી તાલુકાના કવાલ ગામના આધુનિક ખેડૂતે પોતાની વાડીમાં છેલ્લા ચાર વર્ષથી CCTV કેમેરા લગાવ્યા છે. ત્રીજી આંખથી વાડી માલીક રાકેશભાઈ 4 એકર કેસર કેરીનà
03:02 PM Apr 30, 2022 IST | Vipul Pandya
ઓફિસમાં, દુકાનમાં , મંદિરમાં CCTV કેમેરા હોવા સામાન્ય વાત છે પરંતુ વલસાડમાં આંબાની વાડીઓમાં લગાવવામાં આવ્યા છે CCTV કેમેરા.  નુકસાનીનો માર વેઠેલા ખેડૂતો CCTV કેમેરા લગાવવા થયા છે મજબૂર...
  
ખેડૂતો માટે તો તેનો પાક જ મહામૂલો હોય છે. તેવામાં વલસાડના વાપી તાલુકાના કવાલ ગામના આધુનિક ખેડૂતે પોતાની વાડીમાં છેલ્લા ચાર વર્ષથી CCTV કેમેરા લગાવ્યા છે. ત્રીજી આંખથી વાડી માલીક રાકેશભાઈ 4 એકર કેસર કેરીની વાડીમાં નજર રાખી રહ્યા  છે. છેલ્લા ત્રણ વર્ષથી કેરીનું  ઉત્પાદન ઘટ્યું છે. તેવામાં મહા મહેનતે પકવેલી કેરીની ચોરી ન થાય તે માટે CCTV કેમેરા લગાવવા પડ્યા છે. 
કવાલ ગામના ખેડૂતને તેની વાડી ઘરથી દૂર પડે છે, તેથી સતત ત્યા હાજર રહેવું શક્ય હોતું નથી.આ CCTV કેમેરાની મદદથી વાડી પર દિવસ-રાત નજર રાખી શકાય છે. મહત્વનું છે કે રાતના સમયે ચોર ગેંગ કેરીની ચોરી કરી વલસાડના બજારમાં વેચી દે તેનો સતત ભય રહેતો હોય છે. તેવામાં મોંઘી કેરીની સુરક્ષા માટે વ્યવસ્થા કરાઈ છે..
CCTV કેમેરાના કારણે હાલ આંબા વાડીઓ સુરક્ષિત છે, કામદારો ન મળવાના કારણે પણ આ CCTV ઉપયોગી સાબિત થાય છે. ત્યારે આંબા પર ઝૂલતી 30 ટકા કેરીઓ જ્યાં સુધી ન વેચાય ત્યાં સુધી વાડી માલિકોના જીવ તાળવે ચોંટેલા રહે છે...
Tags :
CCTVGujaratFirstMango
Next Article