Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ભાવમાં કર્યો મોટો વધારો

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપી છે. તારીખ 1 જાન્યુઆરીથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  750ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે. દૂધસાગર ડેરીએ છેલ્લા ત્રેવીસ મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને લાભ થશે. આ ભાવ વધારાથી મહિને સાત કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે.ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલà«
દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ  દૂધના ભાવમાં કર્યો મોટો વધારો
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપી છે. તારીખ 1 જાન્યુઆરીથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  750ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે. દૂધસાગર ડેરીએ છેલ્લા ત્રેવીસ મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને લાભ થશે. આ ભાવ વધારાથી મહિને સાત કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે.
ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ખેડૂતોના હિતમાં સીએમનો મોટો નિર્ણય  કર્યો છે.  પાણીની અછતના કારણે પાક ન લઇ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારાર સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયના પગલે અઢી લાખ એકર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે.
સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે
સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવાનો નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતની સમીક્ષા બાદ નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોને આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે,  આ નિર્ણય  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વિચાર વિમર્શ કરીને લેવાયો છે.
Advertisement
Tags :
Advertisement

.