દૂધ સાગર ડેરી એ ખેડૂતોને પ્રોત્સાહન આપવા ઓર્ગેનિક સ્ટોર શરૂ કર્યો
ભારત સરકાર અને ગુજરાત સરકાર રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ થી ઉત્પાદન થતી વસ્તુઓ સામે ઓર્ગેનિક પ્રોડક્ટ ના વેચાણ અને તેના ઉત્પાદન માટે પ્રયાસ હાથ ધરી રહ્યા છે. આ માટે અનેક સેમિનાર નું આયોજન કરી લોકો તેમજ ખેડૂતોને સમજાવવા પ્રયાસ પણ થઈ રહ્યા છે પરંતુ ખેડૂતો ને ઓર્ગેનિક પ્રોડક્ટ નું ઉત્પાદન બાદ APMC માં યોગ્ય ભાવ મળતા નથી એટલે કે ઉત્પાદન બાદ વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મના મળતા ખેડૂતો à
10:44 AM Dec 26, 2022 IST
|
Vipul Pandya
ભારત સરકાર અને ગુજરાત સરકાર રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ થી ઉત્પાદન થતી વસ્તુઓ સામે ઓર્ગેનિક પ્રોડક્ટ ના વેચાણ અને તેના ઉત્પાદન માટે પ્રયાસ હાથ ધરી રહ્યા છે. આ માટે અનેક સેમિનાર નું આયોજન કરી લોકો તેમજ ખેડૂતોને સમજાવવા પ્રયાસ પણ થઈ રહ્યા છે પરંતુ ખેડૂતો ને ઓર્ગેનિક પ્રોડક્ટ નું ઉત્પાદન બાદ APMC માં યોગ્ય ભાવ મળતા નથી એટલે કે ઉત્પાદન બાદ વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મના મળતા ખેડૂતો ઓર્ગેનિક ખેતીથી અળગા રહેતા હોય છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખી મહેસાણા દૂધ સાગર ડેરીએ ખેડૂતો યોગ્ય સપોર્ટ સાથે પ્લેટફોર્મ પૂરું પાડવા દૂધ સાગર ડેરી સંચાલિત ઓર્ગેનિક પ્રોડક્ટનો સ્ટોર શરૂ કરાયો છે. જેમાં દૂધ સાગર ડેરી ખેડૂતોને માર્ગદર્શન સાથે સીધો જ ખેડૂતો પાસે થી બજાર કરતા ઊંચા ભાવથી માલની ખરીદી કરી આ સ્ટોરમાં ગ્રાહકોને વેચવાનું શરૂ કર્યું છે. હાલમાં આ સ્ટોરમાં 150 થી વધુ પ્રોડક્ટ નું વેચાણ થઈ રહ્યું છે. અને મહિને સાડા ચાર લાખનું ટર્ન ઓવર પણ થવાનું શરૂ થયું છે જેથી ચોક્કસ પણે કહી શકાય કે લોકો ઓર્ગેનિક પ્રોડક્ટ ને સમજી રહ્યા છે અને ખરીદી પણ કરી રહ્યા છે.
દૂધ સાગર ડેરી દ્વારા ખેડૂતો માટે પોતાની ઓર્ગેનિક પ્રોડક્ટ વેચવા માટે એક સારું પ્લેટફોર્મ ઉભું કરતા ખેડૂતો પણ દૂધ સાગર ડેરી ને.સીધી પ્રોડક્ટ વેંચતા થયા છે. ખેડૂતો અનાજ કે કઠોળ જો બજારમાં કે APMC માં વેચવા જાય તેના કરતાં પ્રતિ મણ દરેક ખેત પેદાશો પર 200 રૂપિયા થી 400 રૂ પ્રતિ મણ ભાવ વધારો દૂધ સાગર ડેરી આપી રહી છે જેથી ખેડૂતો પણ ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ મહેસાણા જિલ્લામાં વળી રહ્યા છે અને ઉત્તમ ભાવ પણ મેળવી રહ્યા છે.
સરકાર દ્વારા ખેડૂતો અને લોકોને પેસ્ટીસાઈડ પ્રોડકટ થી થઈ રહેલા નુકશાન થી અવગત કરાઈ રહ્યા છે. દવા તેમજ રાસાયણિક ખાતરો ના વધતા જતા ઉપયોગ થી કેન્સર જેવી ગંભીર બીમારીઓ નો ભોગ લોકો બની રહ્યા છે ત્યારે લોકો ધીરેધીરે ઓર્ગેનિક પ્રોડક્ટ તરફ વળી રહ્યા છે બજાર કરતા એક કિલો કોઈ પણ પ્રોડક્ટ ઉપર 15 થી 20 રૂપિયા જેટલો ભાવ વધુ હોય છે પણ ભવિષ્ય માં સ્વાસ્થ્ય સામે આવી પ્રોડક્ટ ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહે છે ત્યારે લોકો પણ ઓર્ગેનિક પ્રોડક્ટ તરફ વળી રહ્યા છે.
હાલ માં દૂધ સાગર ડેરીએ માત્ર મહેસાણા માં ઓર્ગેનિક સ્ટોર શરૂ કર્યો છ ક્રમશ પાટણ સહિત અન્ય તાલુકા મથકો પર આ પ્રકારે ઓર્ગેનિક સ્ટોર શરૂ કરાશે જેથી ખેડૂતોને તેમનો ઓર્ગેનિક ઉત્પાદન થયેલ માલ વેચવામાં પણ વધુ સવલતો ઉભી થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article