ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NCBની રેડમાં દિલ્હીમાંથી 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું, 30 લાખ રોકડ અને નોટ ગણવાનું મશીન..

ભારતમાં ડ્રગ્સ એક મોટુ દૂષણ છે. ભારતમાં વધતું ડ્રગ્સનું પ્રમાણ દેશ માટે મોટી ચિંતા છે. ભારતનું યુવાધન જે રસ્તે જઈ રહ્યું છે તે ચિંતા ઉભી કરી રહ્યું છે. ભારતમાં દિવસે દિવસે લાખો કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આજે ફરી એકવખત દિલ્હીના શાહીન બાગ અને જામિયા વિસ્તારમાંથી 350 કરોડનું ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મોટી સફળતા મળી છે. NCBએ એક મોટા ડ્રગ સ્મàª
02:26 PM Apr 28, 2022 IST | Vipul Pandya

ભારતમાં ડ્રગ્સ એક મોટુ
દૂષણ છે. ભારતમાં વધતું ડ્રગ્સનું પ્રમાણ દેશ માટે મોટી ચિંતા છે. ભારતનું યુવાધન
જે રસ્તે જઈ રહ્યું છે તે ચિંતા ઉભી કરી રહ્યું છે. ભારતમાં દિવસે દિવસે લાખો
કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આજે ફરી એકવખત દિલ્હીના શાહીન બાગ અને જામિયા
વિસ્તારમાંથી 350 કરોડનું ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ
બ્યુરોને મોટી સફળતા મળી છે.
NCBએ એક મોટા ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં અફઘાન, પાકિસ્તાની અને ભારતીય
મૂળના લોકોનો સમાવેશ થાય છે. તે ભારત-અફઘાન સિન્ડિકેટ છે.
DDG
જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે
ગુપ્ત ઓપરેશન દરમિયાન
દિલ્હીના શાહીન બાગ અને જામિયા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા
હતા. એક ઘરમાંથી 50 કિલો હેરોઈન અને 47 કિલો શંકાસ્પદ માદક દ્રવ્યો મળી આવ્યા છે.
તેમજ 30 લાખની રોકડ અને નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું છે.

javascript:nicTemp();

આ સમગ્ર મામલાની તપાસમાં
જાણવા મળ્યું છે કે આ હેરોઈનને ઝાડની ડાળીઓમાં પોલાણ બનાવીને તેની અંદર ડ્રગ્સ
મુકીને દરિયા અને પાકિસ્તાન બોર્ડર દ્વારા ગુપ્ત રીતે ભારતમાં લાવવામાં આવ્યું
હતું.
NCBને શંકા છે કે રિકવર
કરાયેલી રોકડ પણ હવાલા મારફતે ભારતમાં લાવવામાં આવી છે. 
ડીડીજી ઓપરેશન્સ સંજય કુમાર
અને જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે હિન્દુસ્તાનમાં આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનું કનેક્શન
દિલ્હી
, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના
અલગ-અલગ શહેરો સાથે જોડાયેલું છે. રિકવર કરાયેલી દવાઓના કન્સાઈનમેન્ટ અલગ અલગ
જથ્થામાં શણની થેલીઓમાં રાખવામાં આવ્યા હતા.
DDG જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે આ પહેલા પણ આ
સિન્ડિકેટ ભારતમાં અલગ-અલગ વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવીને ભારત લાવી ચૂક્યું છે. આ
સિન્ડિકેટ સાથે સંકળાયેલા લોકો હેરોઈનના ઉત્પાદન અને તેનું સપ્લાઈ કરવામાં માસ્ટર
છે. જેનો ઉપયોગ તેઓ ક્યારેક
NCB અને અન્ય તપાસ એજન્સીઓને ચકમો આપવા માટે કરે છે.


NCB અધિકારીઓએ જણાવ્યું હતું કે
આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા એક ભારતીય મૂળની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે અન્ય શહેરોમાં હજુ
પણ તપાસ ચાલી રહી છે. રિકવર કરાયેલ હેરોઈન અને અન્ય ડ્રગ્સના સેમ્પલ તાજેતરમાં
અટારી બોર્ડર નજીકથી ઝડપાયેલા હેરોઈન સાથે મેળ ખાય છે. ટૂંક સમયમાં
NCB
આ ઈન્ડો-અફઘાન સિન્ડિકેટને
લઈને કેટલીક ધરપકડ સાથે મોટો ખુલાસો કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે
અફઘાનિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ દિલ્હી આવ્યું હતું. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ
ફ્લિપકાર્ટ પેકિંગમાં પેક કરવામાં આવ્યું હતું. આ સિવાય તેને એક ટ્રાવેલ બેગમાં
સંતાડી હતી. હવાલા મારફતે રોકડ આવી હતી. આ દવાઓ દરિયાઈ માર્ગે અને સરહદી માર્ગે
લાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેરોઈનને ગુપ્ત રીતે અલગ-અલગ
વસ્તુઓમાં લાવવામાં આવી હતી.
જેને અહીં અલગ કરવામાં આવી છે. તે પંજાબ, યુપી, દિલ્હી અને હરિયાણામાં
સપ્લાય થાય છે.


આ પહેલા ગુજરાતમાંથી પણ 280
કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
કચ્છના
જખૌમાંથી પકડાયેલા
280 કરોડના હેરોઇનનું દિલ્લી બાદ
યુપી કનેક્શન
 નીકળ્યું છે. જખૌની
દરિયાઈ સીમાંથી પકડાયેલ
280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હી NCB
અને ATSના
 સંયુક્ત ઓપરેશનમાં દિલ્લીથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં
મુઝફરનગરની એક ફેક્ટરીમાંથી
35 કિલો ડ્રગ્સ મળી
આવ્યું. જે મામલે દિલ્લી
NCB એક ગુનો નોંધી બે આરોપીની ધરપકડ
કરી છે.અન્ય બે આરોપીને ગુજરાત
ATS ભુજ કોર્ટમાં લાવી
રિમાન્ડ મેળવ્યા છે.
 

Tags :
DelhidrugsdrugsmugglingsyndicateGujaratFirstNCB
Next Article