Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઇમાંથી અધધ..1400 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું

મુંબઈ પોલીસે ગુરુવારે 700 કિલો મેફેડ્રોન (પ્રતિબંધિત ડ્રગ)નો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો હતો. આ સાથે પોલીસે આ કેસમાં કેમેસ્ટ્રી ગ્રેજ્યુએટ સહિત પાંચ લોકોની પણ ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ તરફથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો પાલઘર જિલ્લાના નાલાસોપારામાં દવા બનાવતી કંપનીનો છે. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમે આ કંપની પર દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસને 1400 કરોડ રૂપિયાની àª
મુંબઇમાંથી અધધ  1400 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું
મુંબઈ પોલીસે ગુરુવારે 700 કિલો મેફેડ્રોન (પ્રતિબંધિત ડ્રગ)નો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો હતો. આ સાથે પોલીસે આ કેસમાં કેમેસ્ટ્રી ગ્રેજ્યુએટ સહિત પાંચ લોકોની પણ ધરપકડ કરી છે. 
મુંબઈ પોલીસ તરફથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો પાલઘર જિલ્લાના નાલાસોપારામાં દવા બનાવતી કંપનીનો છે. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમે આ કંપની પર દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસને 1400 કરોડ રૂપિયાની દવાઓ મળી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે આ દરોડા ચોક્કસ ઇનપુટના આધારે કરવામાં આવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે આ કંપનીએ પ્રતિબંધિત દવા મેફેડ્રોનનો મોટો જથ્થો પોતાની પાસે રાખ્યો છે. જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરોડા દરમિયાન પોલીસે મુંબઇથી ચાર લોકોની જ્યારે અન્ય એક વ્યક્તિની નાલાસોપારામાંથી ધરપકડ કરી છે. નાલાસોપારામાંથી પકડાયેલો યુવક કેમેસ્ટ્રીનો વિદ્યાર્થી છે અને ડ્રગ્સ કેવી રીતે બનાવવું તે જાણે છે. 
Advertisement

Tags :
Advertisement

.