Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઇમાંથી ઝડપાયું 1700 કરોડ રુપિયાનું ડ્રગ્સ, જાણો કેવી રીતે લવાયું હતું

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell)ને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે મુંબઈ (Mumbai)ના નવા શેરા પોર્ટ પર દરોડા પાડીને એક કન્ટેનર જપ્ત કર્યું છે. જેમાં કરોડો રૂપિયાની કિંમતનો હેરોઈન  (Heroin)કોટેડ જેઠીમધ ભરાયું હતું. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત 1700 કરોડ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યું છે. દિલ્હી પોલીસની  અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી કાર્યવાહી હોવાનું મનાઇ રહ્યું છે.2 અફઘાન નાગરિકોન
મુંબઇમાંથી ઝડપાયું 1700 કરોડ રુપિયાનું ડ્રગ્સ  જાણો કેવી રીતે લવાયું હતું
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell)ને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે મુંબઈ (Mumbai)ના નવા શેરા પોર્ટ પર દરોડા પાડીને એક કન્ટેનર જપ્ત કર્યું છે. જેમાં કરોડો રૂપિયાની કિંમતનો હેરોઈન  (Heroin)કોટેડ જેઠીમધ ભરાયું હતું. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત 1700 કરોડ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યું છે. દિલ્હી પોલીસની  અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી કાર્યવાહી હોવાનું મનાઇ રહ્યું છે.

2 અફઘાન નાગરિકોની પૂછપરછમાં ખુલાસો 
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે થોડા દિવસ પહેલા 2 અફઘાન (Afghan) નાગરિકોની ધરપકડ કરી હતી. બંનેએ નાર્કો ટેરર (Narco terror)નો પર્દાફાશ કર્યો હતો. તેના કહેવા પર સ્પેશિયલ સેલની ટીમે 1200 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું. આ બંને વિદેશી નાગરિકોની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ ખુલાસો કર્યો કે મુંબઈ બંદરે પણ એક કન્ટેનરમાં ડ્રગ્સ છે.

22 ટનથી વધુનું ડ્રગ્સ મળ્યું
આ માહિતીના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ બંને આરોપીઓ સાથે મુંબઈના નવા શેરા પોર્ટ પર પહોંચી અને ત્યાં દરોડો પાડીને એક કન્ટેનરમાંથી 22 ટનથી વધુ હેરોઈન કોટેડ જેઠીમધનો જથ્થો જપ્ત કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી હેરોઈન જપ્તી છે. ઝડપાયેલા હેરોઈનની કિંમત આશરે 1700 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

નાર્કો ટેરર સાથે જોડાયેલા છે તાર 
સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રગ કન્સાઈનમેન્ટના તાર નાર્કો ટેરર ​​સાથે સંબંધિત છે.  આશ્ચર્યની વાત એ છે કે, નાર્કોટીક્સ બ્યુરો અને ડીઆરઆઈની ટીમ દ્વારા મુંબઈ બંદર પર હેરોઈન કોટેડ જેઠીમધ ભરેલા કન્ટેનરને ઘણી વખત ચેક કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટથી અજાણ રહ્યા હતા. પરંતુ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તે કન્ટેનરમાંથી જ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ રિકવર કર્યું અને તે કન્ટેનરને દિલ્હી લવાયુ છે. 
Advertisement

Tags :
Advertisement

.