DSPને કચડી મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવર ઝડપાયો, પોલીસ કાર્યવાહીમાં પગમાં ગોળી વાગી
ડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈનું હરિયાણાના નુહમાં એક ડમ્પરની અડફેટે કચડાઈને મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે કડક હાશે કાર્યવાહી કરી છે. જેમાં એક આરોપીને ગોળી વાગી છે, તેનું નામ ઇક્કર છે. ડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈ નૂહ જિલ્લામાં ગેરકાયદેસર ખનન રોકવા ગયા હતા. તે દરમિયાન માફિયાઓ દ્વારા ડમ્પર નીચે તેમને કચડી નાંખતા તેમનું મોત નીપજ્યું હતું. એવું જાણવા મળ્યું છે કે ઇક્કર
ડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈનું હરિયાણાના નુહમાં એક ડમ્પરની અડફેટે કચડાઈને મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે કડક હાશે કાર્યવાહી કરી છે. જેમાં એક આરોપીને ગોળી વાગી છે, તેનું નામ ઇક્કર છે. ડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈ નૂહ જિલ્લામાં ગેરકાયદેસર ખનન રોકવા ગયા હતા. તે દરમિયાન માફિયાઓ દ્વારા ડમ્પર નીચે તેમને કચડી નાંખતા તેમનું મોત નીપજ્યું હતું. એવું જાણવા મળ્યું છે કે ઇક્કર તે ડમ્પરનો ડ્રાઇવર છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં તેને ઘૂંટણમાં ગોળી વાગી છે.
નૂહ પોલીસે જણાવ્યું હતું કે તાવડુ (મેવાત)ના ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ગેરકાયદે ખાણકામની ઘટનાની તપાસ કરવા નૂહ ગયા હતામળતી માહિતી મુજબ સીઆઈએ ઈન્ચાર્જ સુરેન્દ્ર સિદ્ધુની ટીમ અને આરોપીઓ વચ્ચે ગોળીબારી થઇ હતી. આરોપીઓને પકડવાની પ્રક્રિયા દરમિયાન આ એન્કાઉન્ટર થયું હતું. આ અંગે ચંદીગઢના ADGP (કાયદો અને વ્યવસ્થા) સંદીપ ખિરવારનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઘટના સમયે ચાર પોલીસકર્મીઓ ડીએસપી સાથે હતા. જણાવવામાં આવ્યું છે કે ડીએસપી સુરેન્દ્રની સાથે એક ગનમેન અને એક ડ્રાઈવર પણ હતો. ઘટના સોમવારે રાત્રે 11.30 વાગ્યે બની હતી. ડીએસપીને માહિતી મળી હતી, તેમણે વધુમાં કહ્યું હતું કે ઘટના સમયે ચાર પોલીસકર્મીઓ ડીએસપી સાથે હતા. ડીએસપીને બાતમી મળી હતી કે ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. તેથી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. તેમણે ખાણકામ કરતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ ડીએસપી પર ડમ્મપર ચડાવી દેવામાં આવ્યું હતું.
DSP સુરેન્દ્ર સિંહને શહીદનો દરજ્જો, પરિવારને એક કરોડની મદદ
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે આ અંગે કહ્યું હતુંકે અમે શહીદ સુરેન્દ્ર સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપીશું. તેમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી પણ મળશે.ડીએસપીના નાના ભાઈ અશોક મંજુનું પણ નિવેદન આવ્યું હતું. તેણે કહ્યું કે મેં તેની સાથે આજે જ વાત કરી હતી. તેઓ આ વર્ષે નિવૃત્ત થવાના હતા. તેમને બે બાળકો છે.
Advertisement