Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Photos : DRI ને મળી મોટી સફળતા, રૂ. 26.8 કરોડથી વધુની કિંમતની એન્ટિક વસ્તુઓ કરી જપ્ત...

વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેના પોતાના સંકલ્પને આગળ ધપાવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ વિન્ટેજ આર્ટિકલ્સ, એન્ટિક વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે. જેની કિંમત બજારમાં રૂ. 26.8 કરોડથી વધુ હોવાનો જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી બાતમીના આધારે,...
photos   dri ને મળી મોટી સફળતા  રૂ  26 8 કરોડથી વધુની કિંમતની એન્ટિક વસ્તુઓ કરી જપ્ત

વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેના પોતાના સંકલ્પને આગળ ધપાવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ વિન્ટેજ આર્ટિકલ્સ, એન્ટિક વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે. જેની કિંમત બજારમાં રૂ. 26.8 કરોડથી વધુ હોવાનો જાણવા મળ્યું છે.

Advertisement

સૂત્રો દ્વારા મળતી બાતમીના આધારે, DRI એ યુએઈના જેબેલથી આયાત કરવામાં આવી રહેલા એક કન્ટેનરની તપાસ કરતા એન્ટિક વસ્તુઓ જપ્ત કરી છે.

Advertisement

જપ્ત કરવામાં આવેલી વસ્તુઓને કસ્ટમ્સ સમક્ષ વિગતવાર તપાસ માટે "અનએકમ્પનીડ બેગેજ ફોર પર્સનલ ઇફેક્ટ્સ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વસ્તુઓ મુન્દ્રા પોર્ટથી મળી આવી છે પરંતુ DRI એ આ બાબતની કોઈ પુષ્ટિ કરી નથી.

Advertisement

તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની એન્ટિક મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, એન્ટિક ફર્નિચર અને પેઇન્ટિંગ્સ અને અન્ય હેરીટેજ વસ્તુઓ હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી કેટલીક એન્ટિક વસ્તુઓ પર સોના ચાંદી અથવા કિંમતી પથ્થરોના કોટિંગ હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, જપ્ત કરવામાં આવેલી મોટા ભાગની વસ્તુઓ યુરોપિયન કન્ટ્રી ખાસ કરીને UK અને નેધરલેન્ડ્સની છે. અને જાણવા મળ્યું છે કે કસ્ટમ્સ ડ્યુટીથી બચવા માટે આ વસ્તુઓની કિંમત ખૂબ ઓછી બતાવવામાં આવી છે. ત્યારે હાલમાં આ બાબતની તપાસ ચાલી રહી છે અને બ્લેક માર્કેટમાં આવી એન્ટિક વસ્તુઓની ભારે ડિમાંડ હોય છે.

આ પણ વાંચો : Crime Conference : IPS અધિકારીઓને CM ની ટકોર, કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ, ભેદભાવ ના રાખો

Tags :
Advertisement

.