Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું શંકાને કારણે ખરાબ થઇ રહ્યા છે પાર્ટનર સાથેના સંબંધ, અપનાવો આ ટિપ્સ

સામાન્ય  રીતે શંકા સંબંધોનો નાશ  કરતી હોય છે. વારંવાર શંકાના કારણે પાર્ટનર તમારાથી દૂર  થતા  હોય છે  જેના કારણે ક્યારેક ઝઘડા પણ વધી જાય છે. સંબંધો પર સતત નિયંત્રણ રાખવાની આદત પાર્ટનરને સંબંધમાં ગૂંગળામણનો અનુભવ કરાવી શકે છે. જેના કારણે ઘણી વખત પાર્ટનર સંબંધોમાંથી બહાર જવાની કોશિશ પણ કરી શકે છે. સંબંધને મજબૂત રાખવા માટે તમારા દિલની દરેક વાત તમારા પાર્ટનર સાથે શેર  કરો. તેનાથી સંબં
શું શંકાને કારણે ખરાબ થઇ રહ્યા છે પાર્ટનર સાથેના સંબંધ  અપનાવો આ ટિપ્સ
Advertisement
સામાન્ય  રીતે શંકા સંબંધોનો નાશ  કરતી હોય છે. વારંવાર શંકાના કારણે પાર્ટનર તમારાથી દૂર  થતા  હોય છે  જેના કારણે ક્યારેક ઝઘડા પણ વધી જાય છે. સંબંધો પર સતત નિયંત્રણ રાખવાની આદત પાર્ટનરને સંબંધમાં ગૂંગળામણનો અનુભવ કરાવી શકે છે. જેના કારણે ઘણી વખત પાર્ટનર સંબંધોમાંથી બહાર જવાની કોશિશ પણ કરી શકે છે. સંબંધને મજબૂત રાખવા માટે તમારા દિલની દરેક વાત તમારા પાર્ટનર સાથે શેર  કરો. તેનાથી સંબંધ મજબૂત થશે અને તમારા પાર્ટનરનો  તમારા પરનો વિશ્વાસ પણ વધશે. 
જો તમારા મનમાં પાર્ટનર માટે કોઈ વાત છે તો તે જ સમયે તેની સ્પષ્ટતા કરવા પ્રયાસ કરો. જો વાતની સ્પષ્ટતા નહીં કરો તો  મનમાં શંકા પેદા થશે, તે સંબંધ બગાડી શકે છે.પાર્ટનરની વાત ન સમજવી અને માત્ર તેના પર શંકા કરવી સંબંધને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમે પણ તમારા સંબંધોમાં શંકા કરવાની આદતથી પરેશાન છો તો આ ટિપ્સ ફોલો કરીને તમે સંબંધને મજબૂત બનાવી શકો છો.
તમારા પાર્ટનરને પર્સનલ સ્પેસ આપો
રિલેશનશિપમાં હોવાનો અર્થ એ નથી કે તમે તમારા પાર્ટનરની ક્ષણ-ક્ષણની માહિતી રાખો. તમારી આ આદતથી તમારો પાર્ટનર પરેશાન થઈ શકે છે. જેના કારણે તે ક્યારેક હેરાન પણ થઈ શકે છે. ધ્યાન રાખો કે સંબંધમાં પર્સનલ સ્પેસને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે, પાર્ટનરની પર્સનલ સ્પેસમાં પ્રવેશવાનું ટાળો.
જીવનસાથીને સમય આપો
જો કોઈ કારણસર પાર્ટનર તમને સમય નથી આપી શકતો તો તેનો અર્થ એ નથી કે પાર્ટનર તમને પ્રેમ નથી કરતો. ઘણી વખત આપણે ઓફિસના કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, જેના કારણે આપણે સંબંધને સમય નથી આપી શકતા. તમારા પાર્ટનર પર વારંવાર શંકા કરવાની આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
ગેરસમજ વધવા ન દો 
ઘણી વખત આપણે પાર્ટનરની  નાની અમથી વાતને પહાડ જેવું રૂપ આપી દઇએ છીએ, અને તેના પર શંકા કરીએ છીએ. જેના કારણે ઝઘડાઓ થાય છે. ક્યારેક શંકા સંબંધ તૂટવાનું કારણ બની જાય છે. તેથી કંઈપણ મોટું કરતાં પહેલાં તે વિષય પર તમારા જીવનસાથી સાથે વાત કરો.
પ્રેમ દર્શાવો 
ઘણી વખત પ્રેમ અને સન્માનના અભાવે તમારો પાર્ટનર તમારા પર શંકા કરવા લાગે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો સુધારી લો. તમારા પાર્ટનરને પ્રેમ અને સન્માન આપો. તેનાથી સંબંધોમાં અંતર તો ખતમ થશે જ, તમારા મનમાં ચાલી રહેલી શંકા પણ રહેશે નહીં.
Tags :
Advertisement

.

×