Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિવસેના અને માતોશ્રી સાથે ના રમો, નહીંતર જમીનમાં 20 ફૂટ ઉંડા દાટી દેવામાં આવશે: સંજય રાઉત

વર્તમાન દિવસોમાં મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને વિવાદ ચાાલી રહ્યો છે. જે દરમિયાન અપક્ષ સાંસદ નવનીત રાણાએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરતા વિવાદ વધુ વકર્યો હતો. જેના કારણે તેની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે શિવસેનાના નેતા સંજય રાઉતે અમરાવતીથી લોકસભાના સભ્ય નવનીત રાણાને સીટ પરથી ફરીથી ચૂંટણી જીતવા માટે પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જે
શિવસેના અને માતોશ્રી સાથે ના રમો  નહીંતર જમીનમાં 20 ફૂટ ઉંડા દાટી દેવામાં આવશે  સંજય રાઉત
વર્તમાન દિવસોમાં મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને વિવાદ ચાાલી રહ્યો છે. જે દરમિયાન અપક્ષ સાંસદ નવનીત રાણાએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરતા વિવાદ વધુ વકર્યો હતો. જેના કારણે તેની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે શિવસેનાના નેતા સંજય રાઉતે અમરાવતીથી લોકસભાના સભ્ય નવનીત રાણાને સીટ પરથી ફરીથી ચૂંટણી જીતવા માટે પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જે કોઈ તેમની પાર્ટીની ધીરજની કસોટી કરશે તેને જમીનમાં 20 ફૂટ દાટી દેવામાં આવશે.
નવનીત રાણાએ જાહેરાત કરી હતી
સંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ જાહેરાત કરી હતી કે તેઓ શનિવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમની ઘોષણાથી શિવસૈનિકો રોષે ભરાાયા અને ખારમાં આવેલા નવનીત રાણાના નિવાસસ્થાને આખો દિવસ ધરણા પર બેઠા. જો કે, સાંસદ-ધારાસભ્ય દંપતીએ બપોરે તેમનો દાવો પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સન્માન સમારોહમાં હાજરી આપવા માટે રવિવારે મુંબઈ આવી રહ્યા છે અને આ દરમિયાન તેઓ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવા માંગતા નથી.
હિન્દુત્વના વિરોધીઓ હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે - રાઉત
નવનીત રાણા પર દિવસભર ચાલેલા હોબાળા બાદ સંજય રાઉતે કહ્યું કે કેટલાક 'બનાવટી લોકો' રાજ્યનું વાતાવરણ બગાડવા માંગે છે અને ભાજપ તેમને સમર્થન આપી રહ્યું છે. નવનીત અને તેના પતિનું નામ લીધા વિના રાઉતે કહ્યું કે જે લોકો આજે હનુમાન ચાલીસાના પાઠની વાત કરી રહ્યા છે તેઓએ હિન્દુત્વ અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો. રાઉતે કહ્યું, "હું તેમને શિવસેના અને માતોશ્રી રમત ના રમવાાની વિનંતી કરું છું, નહીં તો તેમને જમીનમાં 20 ફૂટ દાટી દેવામાં આવશે. શિવસૈનિકોની ધીરજની પરીક્ષા ન લો."
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં કાનૂની લડાઈ લડી રહેલા રાણાને ભાજપ સમર્થન આપી રહી છે. રાઉતે દાવો કર્યો તેમણે અમરાવતીથી લોકસભા ચૂંટણી લડવા અને જીતવા માટે નકલી જાતિ પ્રમાણપત્રોનો ઉપયોગ કર્યો છે. આ એક કૌભાંડ છે અને કેન્દ્ર તેમને મદદ કરી રહ્યું છે. તે હાઈકોર્ટમાં કેસ હારી ગઈ અને હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
Advertisement
Tags :
Advertisement

.