Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જીભ સાફ કરતી વખતે ન કરો આ 3 ભૂલ

આપણી જીભમાં સૌથી વધુ બેક્ટેરિયા હોય છે. તેમ છતાં, લોકો જીભને સાફ કરવા અને સફાઈને હળવાશથી લેવું જરૂરી નથી માનતા, જેના કારણે મોંઢાના સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જીભ સાફ કરતી વખતે જો તમે ભૂલ કરો છો, તો શ્વાસની દુર્ગંધ, દાંતમાં સડો અને પેઢાના રોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ લેખમાં તમને જીભ સાફ કરતી વખતે થતી 3 સામાન્ય ભૂલો વિશે જણાવીશું અને તમને જીભ સાફ કરવાની સાચી રીત પણ ખબર પડશે
જીભ સાફ કરતી વખતે ન કરો આ 3 ભૂલ
આપણી જીભમાં સૌથી વધુ બેક્ટેરિયા હોય છે. તેમ છતાં, લોકો જીભને સાફ કરવા અને સફાઈને હળવાશથી લેવું જરૂરી નથી માનતા, જેના કારણે મોંઢાના સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જીભ સાફ કરતી વખતે જો તમે ભૂલ કરો છો, તો શ્વાસની દુર્ગંધ, દાંતમાં સડો અને પેઢાના રોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ લેખમાં તમને જીભ સાફ કરતી વખતે થતી 3 સામાન્ય ભૂલો વિશે જણાવીશું અને તમને જીભ સાફ કરવાની સાચી રીત પણ ખબર પડશે.

1. રાત્રે જીભ સાફ ન કરવી
આપણે સવારે તો જીભ સાફ કરીએ છીએ પરંતુ રાત્રે સુતા પહેલા જીભ સાફ કરવાનું ભૂલી જઇએ છીએ જેના કારણે આખી રાત બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે. રાત્રે સૂતા પહેલા પણ તમારે સાફ દાંત અને જીભથી સુવું જોઈએ. જીભને સ્વચ્છ રાખવી જરૂરી છે. જીભ સાફ રાખવાથી મોઢાનો સ્વાદ જળવાઈ રહે છે. તમારે દિવસમાં બે વાર તમારી જીભ સાફ કરવી જોઈએ. જીભને બરાબર સાફ ન કરવાને કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે. જો તમે દરરોજ જીભ સાફ કરશો તો બેક્ટેરિયા બનશે નહીં. તમારે તપાસવું જોઈએ કે જીભ સ્વચ્છ છે કે નહીં. જો જીભનો રંગ બદલાઈ ગયો હોય અથવા જીભ પર ફોલ્લીઓ દેખાય તો તેનો અર્થ એ કે જીભ ગંદી છે.
2. જીભને જોરશોરથી ઘસવું
જીભ સાફ કરતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે જીભને વધુ જોરશોરથી ઘસવામાં ન આવે. આમ કરવાથી બળતરા થઈ શકે છે. જો જીભ ક્લીનરથી જીભ સાફ કરવી મુશ્કેલ હોય તો તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જીભ પર ખંજવાળ ન આવે તે માટે હળવા બ્રશનો ઉપયોગ કરો. ઘણા લોકો માઉથવોશથી જીભ સાફ કરે છે, પરંતુ તેનાથી જીભમાં બળતરા પણ થઈ શકે છે.
3. જીભ ક્લીનરનો ઉપયોગ ન કરવો
જીભની સફાઈની સાથે સાથે જીભના ક્લીનરથી પણ સાફ કરવું જરૂરી છે. જો તમે દરરોજ ગંદી જીભ ક્લીનરનો ઉપયોગ કરો છો, તો જીભ પરના બેક્ટેરિયા  વધી જશે.  જીભ ક્લીનરનો ઉપયોગ કર્યા પછી સ્વચ્છ પાણીથી સાફ કરો. ત્યાર બાદ એક બાઉલમાં પાણી લો અને તેમાં લિક્વિડ સોપ નાખો. વિનેગર અને લીંબુ પણ ઉમેરો. બ્રશની મદદથી જીભ ક્લીનર સાફ કરો. પછી તેને તડકામાં સૂકવવાનું ભૂલશો નહીં. તેનાથી જીભ ક્લીનરમાં રહેલા કીટાણુઓ સંપૂર્ણ રીતે નાશ પામશે.

જીભ કેવી રીતે સાફ કરવી?
બને તેટલી તમારી જીભ બહાર કાઢો.
આ પછી જીભને ટંગ ક્લીનરની મદદથી ઉપરથી નીચે સુધી સાફ કરો.
જીભને ટંગ ક્લીનરથી સાફ કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
પાણીને મોંમાં સારી રીતે ફેરવીને બહાર કાઢો.
Advertisement
Tags :
Advertisement

.