Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારમાં લોખંડના કચરાપેટીના ડોલીયા ચોરાયા, પાલિકાનું મૌન

ભરૂચ શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકા કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે અને ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં હજારો લાખો રૂપિયાના ખર્ચે શહેરીજનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે તે માટે લોખંડની ડોલીયા કચરાપેટી મૂકવામાં આવી છે. જોકે, આ સાથે કેટલીક કચરાપેટીઓ ચોરી થઇ ગઇ હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. કચરાપેટીઓ ચોરી થઈ ગઈ હોવા છતા ભરૂચ નગરપાલિકા મૌન ધારણ કરીને બેઠી છે. લોખંડની એક કચરાપેટà«
ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારમાં લોખંડના કચરાપેટીના ડોલીયા ચોરાયા  પાલિકાનું મૌન
Advertisement
ભરૂચ શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકા કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે અને ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં હજારો લાખો રૂપિયાના ખર્ચે શહેરીજનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે તે માટે લોખંડની ડોલીયા કચરાપેટી મૂકવામાં આવી છે. જોકે, આ સાથે કેટલીક કચરાપેટીઓ ચોરી થઇ ગઇ હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. 
કચરાપેટીઓ ચોરી થઈ ગઈ હોવા છતા ભરૂચ નગરપાલિકા મૌન ધારણ કરીને બેઠી છે. લોખંડની એક કચરાપેટીનું વજન 8થી 10 કિલો હોય તો અંદાજિત એક કચરાપેટીની કિંમત રૂપિયા ૩૦૦ થતી હોય છે. ત્યારે પોલીસે લગાવેલા CCTV કેમેરામાંથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તે પણ જરૂરી છે. ભરૂચ નગરપાલિકા સ્વચ્છતાના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે. બેનરો લગાડી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવા સાથે શહેરીજનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે તે માટે સ્વચ્છતા ના નામે ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં લોખંડના મોંઘા કચરા પેટી (ડોલીયા) શહેરના તમામ વિસ્તારોમાં ભીના કચરા અને સૂકા કચરા નિકાલ માટે પરમેન્ટ રીતે જમીનમાં લોખંડના પાઇપ સાથે મૂકવામાં આવ્યા છે. પરંતુ અહીં તમામ લોખંડની કચરાપેટીના ડોલીયાઓ ગુમ થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. એક ડોલીયાની કિંમત ભંગારમાં પણ ૩૦૦ રૂપિયા અંદાજિત બોલાઇ રહી છે ત્યારે ભરૂચ શહેરમાંથી નગરપાલિકાની કચરાપેટીઓની ચોરી થઇ છતાંય ભરૂચ નગરપાલિકા મૌન છે. તો બીજી તરફ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. ત્યારે પાલિકાના સત્તાધીશો પણ સમગ્ર પ્રકરણમાં મૌન સેવી બેઠા છે.
ભરૂચ શહેરમાં પોલીસ CCTV કેમેરા ચેક કરે અને જલ્દીથી કચરાપેટી ચોરી કરનારને ઝડપી પાડે તેવી લોકો માગ કરતા હોય તેવી ચર્ચા થઇ રહી છે. ભરૂચ નગરપાલિકાની સાધન સામગ્રીની ચોરી થતી હોય છતાંય નગરપાલિકા પોલીસ ફરિયાદ કરવામાં કેમ ઉણું ઉતરે છે તે પણ તપાસનો વિષય બની ગયો છે. ભરૂચના ન્યાયલયની બહારથી ઠેકાણેથી ભરૂચ નગરપાલિકાની કચરા પેટીઓની ચોરી થતાં સમગ્ર મુદ્દો વકીલ આલમમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.
Tags :
Advertisement

.

×