Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું હાર્દિક પંડ્યા પોતાના સિનિયરની નથી કરતો ઇજ્જત? આફ્રિકા સામેની મેચમાં થયો ટ્રોલ

ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં હાર્દિક પંડ્યા ઘણા સમય બાદ આંતરરાષ્ટ્રીય મેચમાં પરત ફર્યો હતો. જોકે, આ મેચમાં તેની એક ભૂલ સામે આવી છે જેને લઇને સોશિયલ મીડિયામાં તે ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે. ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેàª
શું હાર્દિક પંડ્યા પોતાના સિનિયરની નથી કરતો ઇજ્જત  આફ્રિકા સામેની મેચમાં થયો ટ્રોલ
ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં હાર્દિક પંડ્યા ઘણા સમય બાદ આંતરરાષ્ટ્રીય મેચમાં પરત ફર્યો હતો. જોકે, આ મેચમાં તેની એક ભૂલ સામે આવી છે જેને લઇને સોશિયલ મીડિયામાં તે ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે. 
ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઇ, જેમા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 211 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આટલો મોટો સ્કોર બનાવવા છતા પણ ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઇ હતી. પરંતુ સૌથી વધુ ચર્ચા ભારતીય ટીમની હારની નહીં પરંતુ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકની થઇ છે. આ મેચમાં ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં પરત ફરેલા દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક સાથે કંઈક એવું બન્યું જે ચાહકોને બિલકુલ પસંદ ન આવ્યું. દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક બેટિંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાએ પાંચમા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલને ચોક્કા, છક્કામાં ફેરવી શક્યો ન હતો અને ન તો તેણે દિનેશ કાર્તિકને સ્ટ્રાઇક આપી. જેના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાર્દિક પંડ્યાની ભારે ટીકા થઈ રહી છે. જ્યારે દિનેશ કાર્તિકને આમાં કોઈ વાંધો નહોતો કે હાર્દિક પંડ્યાએ સ્ટ્રાઈક કેમ ન આપી.
ક્રિકેટ ફેન્સે તેને નિદાહાસ ટ્રોફીની યાદ અપાવી અને તેને સિનિયરનું સન્માન કરવાની સલાહ આપી. વાસ્તવમાં, ભારતીય ઇનિંગ્સની 20મી ઓવરના પાંચમા બોલ પર, હાર્દિકે નોરખિયા સામે ડીપ મિડવિકેટ તરફ શોટ રમ્યો હતો પરંતુ તે રન માટે દોડ્યો ન હતો અને કાર્તિકને સ્ટ્રાઇક આપી ન હતી. આ બોલ પર ટીમ ઈન્ડિયાને કોઈ રન નહોતા મળી શક્યા. આ પછી હાર્દિકે આગલા બોલ પર માત્ર બે રન લીધા હતા. જે બાદ ફેન્સનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. હાર્દિકની આ હરકત બાદ એક યુઝરે લખ્યું કે, "હાર્દિક પંડ્યા દિનેશ કાર્તિકને સ્ટ્રાઇક ન આપવા બદલ ખરાબ વલણ ધરાવે છે, તે જાણતો નથી કે સિનિયરનું સન્માન કેવી રીતે કરવું. 55 મીટરની બાઉન્ડ્રી અને ફ્લેટ પિચમાં રન બનાવીને તે પોતાને ઓવરસ્માર્ટને સમજી રહ્યો છે. જે રીતે દિનેશ કાર્તિકે નિદાહાસ ટ્રોફીમાં મેચ પૂરી કરી તે રીતે કરવું તેના માટે માત્ર એક સ્વપ્ન બરાબર છે.
Advertisement
Tags :
Advertisement

.