Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો તમે ચપ્પલ પહેરીને બાઇક ચલાવો છો, તો આટલા રુપિયાનો દંડ થઇ શકે છે!

આપણામાંથી દરેક લોકોએ લગભગ ટ્રાફિકનો દંડ ભર્યો જ હશે. ક્યારેક તો એવું થયું જ હશે કે જ્યારે તમને ટ્રાફિકના નિયમ તોડવા બદલ પોલીસે દંડ ફટકાર્યો હશે. જો ટ્રાફિક પોલીસ દંડ ના ફટકાર્યો હોય તો કદાચ ઘરે ઇ મેમો આવ્યો હશે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે હેલ્મેટ પહેરવું, સાથે લાઇસન્સ રાખવું અથવા તો ગાડીના કાગળ રાખવાથી દંડથી બચી શકાય છે. સામાન્ય રીતે આવા ટ્રાફિક નિયમો પ્રસિદ્ધ છે, જેની બધà
જો તમે ચપ્પલ પહેરીને બાઇક ચલાવો છો  તો આટલા રુપિયાનો દંડ થઇ શકે છે
આપણામાંથી દરેક લોકોએ લગભગ ટ્રાફિકનો દંડ ભર્યો જ હશે. ક્યારેક તો એવું થયું જ હશે કે જ્યારે તમને ટ્રાફિકના નિયમ તોડવા બદલ પોલીસે દંડ ફટકાર્યો હશે. જો ટ્રાફિક પોલીસ દંડ ના ફટકાર્યો હોય તો કદાચ ઘરે ઇ મેમો આવ્યો હશે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે હેલ્મેટ પહેરવું, સાથે લાઇસન્સ રાખવું અથવા તો ગાડીના કાગળ રાખવાથી દંડથી બચી શકાય છે. સામાન્ય રીતે આવા ટ્રાફિક નિયમો પ્રસિદ્ધ છે, જેની બધાને ખબર હોય છે. જો કે કેટલાક નિયમો એવા પણ છે કે જેને આપણે અજાણતા જ તોડતા હોઇએ છીએ કારણ કે આપણને તેના વિશે ખ્યાલ નથી હોતો. 
તેમાં પણ છેલ્લા થોડા સમયથી સરકારે નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ટ્રાફિકના દંડમાં વધારો કર્યો છે. ત્યારે શું તમને ખ્યાલ છે કે ચપ્પલ પહેરીને બાઇક ચલાવવી એ પણ ગેરકાનૂની છે. મોટાભાગના લોકોને આ વિશે ખ્યાલ નથી હોતો. કદાચ આ વાત જાણીને તમને આશ્ચર્ય પણ થશે.
ચપ્પલ પહેરીને ટુ-વ્હીલર ચલાવવું
જો તમે ચપ્પલ, સ્લીપર, સેન્ડલ અથવા ફ્લોટર પહેરીને ગિયરવાળા ટુ વ્હીલર ચલાવો છો તો તમારે દંડ ભરવો પડે તેવી શક્યતા છે. જો કે આ નિયમ લાંબા સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ જાગૃતિના અભાવે લોકોને તેના વિશે ખબર નથી. તો બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ આ અંગે કડક નથી થતી. જો તમે ચપ્પલ પહેરીને ટુ-વ્હીલર ચલાવતા પકડાય તો 1,000 સુધીનો દંડ થઈ શકે છે. તમને થશે કે ચપ્પલ પહેરીને બાઇક ચલાવવામાં શું વાંધો હોઇ શકે? આ સવાલનો જવાબ છે કે ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી ગિયર બદલવામાં સમસ્યા થઈ શકે છે. આ સિવાય ચપ્પલના કારણે પગ લપસી જવાનું જોખમ વધી જાય છે. 
ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ
ટ્રાફિક નિયમો હેઠળ ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. જો કોઈ વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરતા પકડાય તો 5,000 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. જો કે નવા નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર નેવિગેશન માટે જ થઈ શકશે. નેવિગેશન માટે પણ ફોનનો ઉપયોગ એવી રીતે કરવાનો રહેશે કે ડ્રાઇવિંગ કરતી વખતે કોઈ સમસ્યા ન થાય.
બે ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવા
જો ટ્રાફિક પોલીસ તમારી પાસેથી બે ડ્રાઇવિંગ લાઇસન્સ પકડે છે, તો દંડ ભરવો પડશે. આ ઉપરાંત બે અલગ-અલગ રાજ્યોમાંથી મેળવેલા ડ્રાઇવિંગ લાઇસન્સ બદલ પણ દંડ થઇ શકે છે. કેન્દ્ર સરકારે 2019માં કહ્યું હતું કે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આપવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્રની ડિઝાઇન અને રંગ એકસમાન હોવો જોઈએ.
ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવો
એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોને રસ્તો આપવો એ જવાબદાર નાગરિકની ફરજ છે. પરંતુ ઇમરજન્સી વાહનોને રસ્તો આપવા માટે અલગ નિયમ અસ્તિત્વમાં છે. આ નિયમનું પાલન ન કરનારાઓને ભારે દંડ ભરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિ ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપે અથવા આવા વાહનોના પસાર થવામાં અવરોધ ઉભો કરવા માટે દોષિત ઠરે તો 10,000 રૂપિયા સુધીનો દંડ અને/અથવા છ મહિના સુધીની જેલ થઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.