શું તમે જાણો ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે? જાણો ગુરુ શબ્દનો અર્થ
ભારત સહિત એશિયાના ઘણા દેશ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે. ગુરુ પૂર્ણિમા, ભારત, નેપાળ અને ભૂટાનમાં હિન્દુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા તમામ શૈક્ષણિક અને આધ્યાત્મિક ગુરુઓ અથવા શિક્ષકોને સમર્પિત તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના સારનાથ ખાતે ગૌતમ બુદ્ધના તેમના પ્રથમ પાંચ શિષ્યોને આપેલા પ્રથમ ઉપદેશની યાદમાં બૌદ્ધો દ્વારા ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જો કે, હિંદુઓ અને જૈનો પણ તેમના શિક્ષકોનું સન્માન કરવા માટે આ તહેવાર ઉજવે છે.
ગુરુ શબ્દનો અર્થ જાણો-
ગુરુમાં 'ગુ' શબ્દનો અર્થ થાય છે અંધકાર, અને 'રુ' એટલે અંધકાર દૂર કરનાર, આમ, ગુરુ એ આપણા જીવનમાંથી તમામ અંધકાર દૂર કરનાર છે. ભારતમાં લોકો તેમના આધ્યાત્મિક નેતાઓને માન આપીને આ તહેવાર ઉજવે છે જ્યારે નેપાળમાં આ તહેવાર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો – જામનગરમાં HEAVY RAIN ના કારણે દરેડ ગામનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ