Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે?તો દૂર કરવા અપનાવો ઘરેલુ ઉપાયો..

 આજે ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોય છે. જેના કારણે  ઘણીવાર  તેઓ  શરમ પણ અનુભવતા  હોય છે. જોકે આજે બજારમાં ઘણી સારી કંપનીના માઉથવોશ પણ આવે છે. શું તમે જાણો છો કે ઘરેલુ નુસ્ખાથી પણ મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકો છો.આજે અમે તમને જણાવીશું કે, અમુક એવા નુસ્ખાઓ છે જે મોઢાની દુર્ગંધને દૂર કરવા માટે રામબાણ ઈલાજ સમાન નીવડશે .દાંતની સફાઈ :દાંતની કાળજી લેવી ખૂબ જરૂરી છે. તેથી આ
શું તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો દૂર કરવા અપનાવો ઘરેલુ ઉપાયો
 આજે ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોય છે. જેના કારણે  ઘણીવાર  તેઓ  શરમ પણ અનુભવતા  હોય છે. જોકે આજે બજારમાં ઘણી સારી કંપનીના માઉથવોશ પણ આવે છે. શું તમે જાણો છો કે ઘરેલુ નુસ્ખાથી પણ મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકો છો.આજે અમે તમને જણાવીશું કે, અમુક એવા નુસ્ખાઓ છે જે મોઢાની દુર્ગંધને દૂર કરવા માટે રામબાણ ઈલાજ સમાન નીવડશે .
દાંતની સફાઈ :
દાંતની કાળજી લેવી ખૂબ જરૂરી છે. તેથી આપણે દિવસમાં ઓછામાં  ઓછું  2 વખત બ્રશ કરવું જોઈએ. બ્રશ કરતી વખતે દાંતમાં ફસાયેલા ખોરાકના કણોને કાળજીપૂર્વક દૂર કરો.દાંતની સાથે સાથે જીભને પણ સાફ કરવી ખૂબ જરૂરી છે. 

પાણી  વધુ પીવો ;
આપણું  મોઢું સુકાઈ જાય તો પણ દુર્ગંધ આવવા લાગે છે. જ્યારે મોઢામાં લાળ ન હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. એવું ન થાય તે માટે તમે વધુને વધુ દિવસભર પાણી પીવો . 
વરીયાળી :
તમે જાણો જ છો કે વરિયાળી સદીઓથી મોઢામાં તાજગી લાવવા માટે જાણીતી છે. મોટાભાગના લોકો જમીને  વરિયાળી  ખાતા  હોય છે .
દહીં :
મોઢામાંથી  આવતી દુર્ગંધને દૂર કરવા તમે દહીનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે  ડાયટમાં દહીં  લેવું જોઈએ. દહીં  ખાવાથી પેટ માં સારું રહે છે .
વિટામિન સી નો ઉપયોગ  કરવો :
 તમે જાણો છે કે દ્રાક્ષ, નારંગી, સંતરા  જેવા  ખાટા ફળોમાંથી  આપણને વિટામિન  સી મળે છે. આ ફળો ખાવાથી  તમે  મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકો છો .
Advertisement
Tags :
Advertisement

.