Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાસાયણિક ખાતરની સમયસર ઉપલબ્ધતા માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરાયો

રવિ ઋતુમાં વાવેતર ખૂબજ મોટા પ્રમાણમાં થયેલ હોવાથી તેમજ હાલમાં ખાતરની જરૂરીયાત માટે પીક પીરીયડ ચાલતો હોવાથી ખેડૂતો ખાતર ખરીદી રહેલ છે. રાજ્યમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલ્બધ છે.હાલના સંજોગોમાં ડીલરો-ખેડૂતો કોઇ પ્રશ્ન હોય તો ફરીયાદ નિવારણ માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી વિભાગીય કક્ષાનો એક ફરીà
05:58 PM Dec 23, 2022 IST | Vipul Pandya
રવિ ઋતુમાં વાવેતર ખૂબજ મોટા પ્રમાણમાં થયેલ હોવાથી તેમજ હાલમાં ખાતરની જરૂરીયાત માટે પીક પીરીયડ ચાલતો હોવાથી ખેડૂતો ખાતર ખરીદી રહેલ છે. રાજ્યમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલ્બધ છે.હાલના સંજોગોમાં ડીલરો-ખેડૂતો કોઇ પ્રશ્ન હોય તો ફરીયાદ નિવારણ માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી વિભાગીય કક્ષાનો એક ફરીયાદ નિવારણ સેલ,કંટ્રોલ રૂમ સંયુક્ત ખેતી નિયામક મહેસાણા ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. 
કંટ્રોલ રૂમનો ટેલીફોન નંબર 02762-220136 છે. કંટ્રોલ રૂમ દરરોજ સવારના 08 કલાકથી રાત્રીના 20 કલાક સુધી કાર્યરત રહેશે. વધુમાં રાસાયણિક ખાતર અંગેની રજૂઆત જિલ્લા કક્ષાએ સંબધિત જિલ્લાની નાયબ ખેતી નિયામકની કચેરી ખાતે પણ કરી શકાશે તેમ સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ દ્વારા  જણાવાયું છે.
આપણ  વાંચો-ગૃહમંત્રીશ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતનાં પ્રવાસે, મહેસાણાના પિલવાઈ ખાતે ઉપસ્થિત રહેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
chemicalfertilizercontrolroomGujaratFirstMehsananorthGujarat
Next Article