Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુદામાપુરીનો સુવર્ણ ઔદ્યોગિક ઈતિહાસ પુનર્જીવિત કરવા ડ્રિસ્ટ્રીક્ટ ચેમ્બર મેદાને

એક સમયે 300 ઇન્ડસ્ટ્રીઝથી ધમધમતા પોરબંદરમાં હાલ ગણ્યાં-ગાંઠ્યા ઉદ્યોગો જ  રહ્યા : અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદરમાં ઉદ્યોગોની સ્થાપના માટે અનેક પ્લસ પોઈન્ટ્સ : `વેલકમ ટુ પોરબંદર' બ્રોશરના માધ્યમે દેશભરના ઉદ્યોગપતિઓને પોરબંદરમાં ઉદ્યોગો સ્થાપવા ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે કર્યું આહ્વાનપોરબંદરમાં એક જમાનામાં મહારાણા મીલ, એમ.એચ.પી. સિમેન્ટ ફેક્ટરી જેવા મોટા ઉધોગો ધમધમતા હતા. જેને કાàª
સુદામાપુરીનો સુવર્ણ ઔદ્યોગિક ઈતિહાસ પુનર્જીવિત કરવા ડ્રિસ્ટ્રીક્ટ ચેમ્બર મેદાને
એક સમયે 300 ઇન્ડસ્ટ્રીઝથી ધમધમતા પોરબંદરમાં હાલ ગણ્યાં-ગાંઠ્યા ઉદ્યોગો જ  રહ્યા : અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદરમાં ઉદ્યોગોની સ્થાપના માટે અનેક પ્લસ પોઈન્ટ્સ : `વેલકમ ટુ પોરબંદર' બ્રોશરના માધ્યમે દેશભરના ઉદ્યોગપતિઓને પોરબંદરમાં ઉદ્યોગો સ્થાપવા ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે કર્યું આહ્વાન
પોરબંદરમાં એક જમાનામાં મહારાણા મીલ, એમ.એચ.પી. સિમેન્ટ ફેક્ટરી જેવા મોટા ઉધોગો ધમધમતા હતા. જેને કારણે અનેક લોકોને રોજગારી મળી રહેતી હતી.પરંતુ સમય જતાં ઉધોગો બંધ થઈ ગયા ત્યારબાદ મોટા કોઇ ઉધોગો સ્થપાયા નહીં જેને કારણે પોરબંદરનાં અર્થતંત્રને જબરો કટકો પડયો છે.જી.આઇ.ડી.સી.વિસ્તારમાં આવેલા બોક્સાઇટ, બેરીંગ અને આઇસ ફેક્ટરી જેવા ઉધોગો પણ હવે ધીમેધીમે બંધ થતા જાય છે.જેને કારણે ઔધોગિક ક્ષેત્રે પોરબંદરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે આ મામલે પોરબંદર જાણીતા ઉધોપતિ પદુભાઈ રાયચુરા સાથે ની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું,કે  વેલકમ ટુ પોરબંદર' બ્રોશરના માધ્યમે દેશભરના ઉદ્યોગપતિઓને પોરબંદરમાં ઉદ્યોગો સ્થાપવા ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે આહ્વાન કર્યું છેડિફેન્સ, રેલવે જેવા એક્સપેન્સન એટલે કે જાઇન્ટ ઉદ્યોગો પોરબંદરમાં આવે તો અન્ય નાના ઉદ્યોગો પણ મોટા પ્રમાણમાં આવી શકે છે. તે પ્રકારનું આયોજન ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે કર્યું છે.
વેલકમ ટુ પોરબંદર બ્રોશર એ અમારું ઉદ્યોગોને આહ્વાન : ઉદ્યોગપતિ પદુભાઈ રાયચૂરા
પોરબંદરમાં ઉદ્યોગો લાવવાની શક્યતા અંગે શહેરના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પ૦ વર્ષથી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પોરબંદર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે અને ઉદ્યોગ કમીટીના ચેરમેનની કામગીરી સંભાળે છે. પોરબંદરના ઉદ્યોગ જગત વિશે છેલ્લા પ૦ વર્ષનો અભ્યાસ ધરાવે છે. તેમની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં એક સમયે લાઇમ સ્ટોન એટલે કે ચૂનો બનાવવાના કારખાના, આઇસના પ્લાન્ટો, બેરીંગ ઉદ્યોગ, કેલ્સીયમ બોક્સાઇટ ઇન્ડસ્ટ્રીઝ હતા. આ તમામ ઉદ્યોગો સમય જતા બંધ થયા. પદુભાઇ રાયચુરાના જણાવ્યા મુજબ સારા ઉદ્યોગો લાવવા પોરબંદર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર દ્વારા ઉદ્યોગોને લઇને વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરે છે, તાલીમ પણ સમયાંતરે આપવામાં આવે છે અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. પોરબંદરમાં કાં તો પ્રજાની સાહસીકતા નબળી છે કે પછી ઉદ્યોગો કરવામાં રસ ઓછો ધરાવે છે. ઉદ્યોગોના વિકાસ માટે અમારી ટીમ ખૂબ મહેનત કરી રહી છે. ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સે એક બ્રોસર બહાર પાડેલ છે. બ્રોસર મારફત પોરબંદરમાં મોટા ઉદ્યોગો લઇ આવવા માટેની મહેનત ચાલી રહી છે. નાના નાના ઉદ્યોગો હાલ આવતા નથી, ડેવલોપ થતા નથી અને થાય તો બંધ થઇ જાય છે. ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે એવો વિચાર કર્યો છે કે કેન્દ્ર સરકારની પોલીસી છે તે મુજબ ડિફેન્સ અથવા રેલવે વિસ્તરણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે પાંચ-દશ હજાર કરોડની મોટી ઈન્ડસ્ટ્રીઝ જો અમે પોરબંદરમાં લઇ આવવાના પ્રયત્નો ચાલે છે.
સમયની સાથે ટેક્નોલોજીમાં નહીં થયેલાં
બદલાવે વગાડી દીધો ઉદ્યોગોનો મૃત્યુઘંટ!
પોરબંદરમાં ઉદ્યોગોનો વાગી ગયેલા મૃત્યુઘંટના અનેક કારણો છે, જેમાં મુખ્ય કારણ સમય અનુસાર ટેકનોલોજી ચેન્જ ન કરવાના લીધે તેમજ પોરબંદર છેવાળાનું શહેર હોવાથી કાચો માલ લઇ આવવામાં મોઘું થઇ રહ્યું છે, અહીંથી પાકો માલ મોકલવો તે પણ મોઘું પડે છે. ઉદ્યોગો માટે માર્કેટ પોરબંદર કરતા રાજકોટ સુધી જવું પડે છે. છતાં ઘણા લોકો એવું માને છે કે મિનરલ બેઝ ઇન્ડસ્ટ્રીઝ ઉભી થઇ શકે પરંતુ તેવા વિકલ્પ ખૂબ ઓછા છે. તેના બદલે ખરેખર વિચારીએ તો પોરબંદર પાસે કુલ જી.આઇ.ડી.સી. છે એક ધરમપુર ઉદ્યોગનગર જેમાં ૬૦૦ પ્લોટ અપાઇ ગયેલા છે પરંતુ અંદાજે ૧રપ જેટલા ઉદ્યોગો ચાલે છે. એન્જીનીયરીંગ ઉદ્યોગો ખાસ કરીને વધુ પ્રમાણમાં ચાલે છે. ઓટો મોબાઇલ રીપેરીંગ વર્કશોપ આ ટાઇપના ઉદ્યોગો વધારે ચાલે છે. બીજુ વનાણા ઉદ્યોગ આવેલ છે જેમાં ફિશરીઝના ચારથી પાંચ ઉદ્યોગો આવેલા છે. બીજા ફિશરીઝના ઉદ્યોગ પોરબંદરમાં ઘણા છે પરંતુ એ બોખીરા અને સુભાષનગર બાજુ આવેલા છે. ફિશરીઝ ઈન્ડસ્ટ્રીઝ પણ દરિયામાં માલ ન મળવાના કારણે હાલ નરમ વેપાર જોવા મળી રહ્યો છે. સ્થાઇ ઉદ્યોગ કહી શકીએ તો સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરી મોટો ઉદ્યોગ વર્ષોથી રાણાવાવમાં આવેલ છે. સૌરાષ્ટ્ર કેમિકલ્સ છે તે સોડા જ બનાવે છે. ઓરિયન્ટ એબ્રેસીવ્ઝ હતુ તે તાજેતરમાં બંધ થયું એટલા માટે કે તેની કાચા માલ માટેની અવેયબીલીટી રહી નથી. પોતાની ખાણો હતી તેમાં પણ માલ ખલાસ થઇ ગયો. નવી લાઇમ સ્ટોન મેળવવા માટે સરકારના કડક નિયમોના લીધે ત્રણથી ચાર વર્ષ સુધી રાહ જોવી પડે છે. જેના કારણે નવી માઇન્સ મળતી નથી.
સુપ્રિમ કાઉન્સિલના દિનેશભાઇ થાનકીએ રજૂઆત કરી વડા પ્રધાનને રજૂઆત
ગુજરાતના દરિયા કિનારે હજારો માછીમાર પરિવાર માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ રાજાશાહી વખતનું બંદર ધરાવે છે. પરંતુ સમય જતા આ બંદરના વિકાસ માટે કોઇ ખાસ્સુ કામ થયેલ નથી. તેમજ પોરબંદર શહેર વર્ષોથી નવા ઉદ્યોગો વિહોણું છે અને તાજેતરમાં પોરબંદરના એરપોર્ટ પર જે ફ્લાઇટો બંધ થઇ છે તેને ફરી ચાલુ કરવા અને પોરબંદર શહેર ફરી ઉભુ થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ પોરબંદરના સાંસદ ઉપરાંત કેન્દ્ર સરકારને બ્રહ્મ સુપ્રિમ કાઉન્સિલના દિનેશભાઇ થાનકીએ રજૂઆત કરી છેપોરબંદર મત્સ્યોદ્યોગ બંદરની અતી આધુનીક બનાવવા તેમજ બંદર સુધી રેલવે આવે તે પ્રકારનું આયોજન કરવા બ્રહ્મ સુપ્રિમ કાઉન્સિલે માગ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.