Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ AAPમાં ભંગાણ, પાર્ટીના કાર્યકરોએ લગાવ્યા ગંભીર આરોપ

આ વર્ષનાં અંત પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ BJPએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ રોજ કોઇને કોઇ મુદ્દે સરકારનો વિરોધ કરી લાઇમલાઇટમાં બની રહી છે. આ વચ્ચે AAP હાલમાં નિષ્ક્રિય દેખાઇ રહ્યું છે. AAPમાં તાજેતરમાં બે ભાગલા પડી ગયા હોય તેવું પણ પ્રકાશમાં આવી રહ્યું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન ગુજàª
વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ aapમાં ભંગાણ  પાર્ટીના કાર્યકરોએ લગાવ્યા ગંભીર આરોપ
આ વર્ષનાં અંત પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ BJPએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ રોજ કોઇને કોઇ મુદ્દે સરકારનો વિરોધ કરી લાઇમલાઇટમાં બની રહી છે. આ વચ્ચે AAP હાલમાં નિષ્ક્રિય દેખાઇ રહ્યું છે. AAPમાં તાજેતરમાં બે ભાગલા પડી ગયા હોય તેવું પણ પ્રકાશમાં આવી રહ્યું છે. 
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન ગુજરાતની મુલાકાતે આવવાના છે. જોકે, તેમના આવ્યા પહેલા જ રાજ્યમાં AAPમાં બે ભાગ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ પર AAPના જ પૂર્વ કાર્યકરોએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી બંધારણ રક્ષક કમિટીની પ્રેસ કોન્ફરન્સ થઇ જેમા કમિટીના અધ્યક્ષ હસમુખ પટેલે પોતાની જ પાર્ટીના નેતાઓ પર ગંભીર આરપો લગાવ્યા અને કહ્યું કે, ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો ત્યારથી હું તેમા જોડાયેલો છું. મારા જેવા કર્મનિષ્ઠ 16 લોકોને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત પ્રદેશમાં 4 મહાઠગોએ પાર્ટીને બાનમાં લીધી છે. 
હસમુખ પટેલે વધુમાં કહ્યું કે, જોકે, અમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા બાદ પણ અમે આજે પણ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છીએ. તેમણે ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠીયા, ગુલાબસિંહ યાદવ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ જ ભ્રષ્ટાચાર કરવામાં મગ્ન થઇ ગયા છે. તેમણે 2021ના સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે પક્ષ પાસે ભંડોળ નહોતું તેમ છતાં 6 મહિનાના સમયમાં અમારા નેતાઓ પાસે મોંઘી ગાડીઓ અને પ્લોટ છે. જે દર્શાવે છે કે તેમણે ઘોટાળા કર્યા છે. તેમણે કહ્યું કે, પાર્ટીએ જે ભંડોળ આપ્યું તેનો અહી દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી તેમણે અરવિંદ કેજરીવાલ પર પણ તેમની સાથે અન્યાય કરવાનો આક્ષેપ કર્યો. અંતે તેમણે આ સમગ્ર મામલે જવાબ નહીં મળે તો કોર્ટમાં માનહાનિનો દાવો કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. 
તાજેતરમાં જ પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં જીત મેળવી BJPનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે. વળી આ સાથે એક ચિંતા પણ વધી છે. જે એક રાજ્યમાં તેમની પાર્ટી સરકાર ન બનાવી શકે તે પંજાબ છે અને ત્યા ભાજપ અને કોંગ્રેસ બંનેને AAP એ ટક્કર આપી સરકાર બનાવી છે. ત્યારે આ જોતા ભાજપ થોડું સતર્ક બની ગયું છે. 
Advertisement
Tags :
Advertisement

.